Site icon Revoi.in

ગુજરાતઃ તમામ પોલીસ સ્ટેશનોમાં પેપરલેસ કામગીરીનો પ્રારંભ કરાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓની કામગીરી ઝડપી બનાવવા તેમજ પેપરલેસ બનાવવાની રાજય સરકારની પ્રવર્તમાન નીતિના ભાગરૂપે પોલીસ ખાતાની કચેરીઓ માટે ૨૪૭૫ કોમ્પ્યુટર અને 2159 પ્રિન્ટર ઈ-ગુજકોપ પ્રોજેકટ હેઠળ રૂ.28 કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવશે. પોલીસ ખાતાની વિવિધ કામગીરીમાં ઝડપ અને ચોકસાઈ લાવવા માટે ગૃહ વિભાગ દ્વારા મહત્વાકાંક્ષી ઈ-ગુજકોપ પ્રોજેકટ અલમમાં મુકેલ છે. જેમાં ચાલુ વર્ષે હાર્ડ અને સોફટવેરની ખરીદી માટે રૂ.28 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

રાજયની 19 જેલ, જેલ સ્ટાફ તાલીમ શાળા અને વડી કચેરી ખાતે રૂ.3 કરોડના ખર્ચે સીસીટીવી લગાડવામાં આવશે. રાજયના પોલીસ તંત્રને આધુનિક બનાવવા માટે કેન્દ્ર પુરસ્કૃત યોજના અમલી બનાવવામાં આવેલ છે. 2022-23ના વર્ષમાં શસ્ત્રો, સંદેશાવ્યવહારના સાધનો, સિકયુરીટી અને સર્વેલન્સ, ઈકવીપમેન્ટ અને વિવિધ વસ્તુઓ, તાલીમ તેમજ હોમગાર્ડઝ વગેરે માટે રૂ.10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં રુ. 6 કરોડના ખર્ચે વિવિધ સાધનોની ખરીદી કરવામાં આવશે તેમજ રૂ.2 કરોડના ખર્ચે આધુનિક તાલીમ પુરી પાડવામાં આવશે.

રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય સમારોહમાં મહત્વના મહાનુભાવોની સલામતી અને સુરક્ષા પ્રદાન કરવા માટે ગુજરાત પોલીસ દળમાં 44 શહેર જિલ્લા યુનિટની કુલ-૫૨ બોમ્બ ડીસ્પોઝલ ડીટેકશન સ્કવોર્ડ કાર્યરત છે. જેના માટે 9 એકસપ્લોજીવ ડીટેકટર, 15 સર્ચ લાઈટ, 3 રીમોટ ઓપરેટ વાયર કટર, બોમ્બ બાસ્કેટ બીથ ટ્રોલી વગેરે આધુનિક સાધનોની રૂ.5 કરોડના ખર્ચે ખરીદી કરવામાં આવશે.

ગૌમાંસના પરીક્ષણ માટે સીરોલોજીકલ પદ્ધતિના બદલે વધુ સચોટ,અદ્યતન, સંવેદનશીલ નવી પદ્ધતિ-LMAP (Loop Mediated Isothermal Amplification) લાગુ કરવા માટે રાજયના ચાર મહાનગરોમાં રૂ.75 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. જેના લીધે ચોક્કચાઈપૂર્ણ પરીણામો મળશે. છેલ્લા ત્રણ વર્ષમાં ગૌમાંસના સાબિત થયેલ કેસો 339 છે અને સાબિત થયેલા નમૂના 1472 છે.