Site icon Revoi.in

ગુજરાતઃ અલકાયદાના આતંકવાદી હુમલાની ધમકીને પગલે પોલીસ એલર્ટ

Social Share

અમદાવાદઃ પૈગંબર મામલે નુપુર શર્માએ કરેલા નિવેદનને પગલે મુસ્લિમોમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન આ મામલે મુસ્લિમ દેશોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ આતંકવાદી સંગઠન અલકાયદા દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આત્મઘાતી હુમલાની ચિમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં આતંકવાદી હુમલાની શકયતાને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે.

રાજ્યના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારી રાજકુમારે જણાવ્યું હતું કે, અલકાયતે આતંકવાદી હુમલાની ઘમકી આપી છે, આતંકીઓ ગુજરાતમાં પણ હુમલો કરી શકે છે. જેથી પોલીસ અધિકારી-કર્મચારીને સાબદા કરવામાં આવ્યાં છે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પ્રજાને અપીલ કરી હતી. એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડની મદદથી સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તમામ પ્રકારના સાવચેતીના પગલા ગુજરાત પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. અલકાયદા દ્વારા એક લેટર મારફતે ગુજરાત, યુપી, મુંબઈ અને દિલ્હીમા મોટાપાયે આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપવામાં આવી છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર અરવલ્લી પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અરવલ્લી SP દ્વારા SOG સહિતના પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ વધારવા પણ સૂચના આપી દેવામાં આવી છે. એટલું જ નહિ ગેસ્ટ હાઉસ સહિતની જગ્યાઓ પર તપાસ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે.