Site icon Revoi.in

ગુજરાતના નેતા જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે મોડી રાતે પાલનપુર સર્ટિક હાઉસમાંથી કરી ધરકપડ

Social Share

 

અમદાવાદઃ ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે મળતી વિગત પ્રમાણે  આસામ પોલીસે મોડી રાત્રે અંદાજે 11 વાગ્યેને 30 મિનિટે પાલનપુરના સર્કિટ હાઉસમાંથી ઘારાસભ્ય મેવાણીની ધરપકડ કરી હતી. તેઓને વિતેલી રાતે જ અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા અને આજે આસામ લઈ જવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે  મેવાણીએ સપ્ટેમ્બર 2021માં કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. દલિત નેતા અને રાજકીય પક્ષ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર મેવાણીની ધરપકડનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. જો કે, તેમનું ટ્વિટર એકાઉન્ટ દર્શાવે છે કે તેમના દ્વારા કરવામાં આવેલી કેટલીક તાજેતરની ટ્વીટ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યા બાદ બ્લોક કરી દેવામાં આવી છે.

મેવાણીએ કહ્યું કે મારી એક ટ્વીટના સંબંધમાં મારી ધરપકડ કરવામાં આવી હશે. જોકે, બીજી તરફ કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે મેવાણીની ધરપકડ અંગે કહ્યું કે જિજ્ઞેશ વિરુદ્ધ આરએસએસ પર ટ્વિટ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધારાસભ્યને ડરાવવાનો આ પ્રયાસ છે.

ઉલ્લેખનીય છે કે મેવાણીની ધરપકડ કરનાર આસામ પોલીસે આજે તેને ટ્રેનમાં અમદાવાદથી ગુવાહાટી લઈ જવાની યોજના બનાવી છે. જીગ્નેશ મેવાણી ગુજરાત વિધાનસભાના સભ્ય છે અને ગુજરાતના વડગામના ધારાસભ્ય છે. તેઓ વકીલ, કાર્યકર્તા અને ભૂતપૂર્વ પત્રકાર પણ છે.