અમદાવાદઃ દેશમાં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. ગુજરાત લગભગ 1600 કિમી લાંબો દરિયા કિનારો આવેલો છે. બીજી તરફ દરિયાકાંઠાની સુરક્ષા માટે પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડ્રગ્સ સહિતની પ્રવૃતિઓને અટકાવવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના રેન્જ આઈજી સંદીપસિંઘે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર સમુદ્ર કિનારે ચાલતી ગેરકાયદેસર ડ્રગ્સ જેવી પ્રવૃતીઓ ઉપર પોલીસની બાજ નજર છે અને આવી અનેકવિધ પ્રવૃતિઓ તથા સરકારી જમીનો ઉપર થયેલા દબાણ અંગે મોજણી કર્યા બાદ બેટ દ્વારકામાં કોર્મશીયલ રહેણાંક અને ઍક લાખ ચોરસ ફુટમાં દબાણો હટાવતા જયાં સુધી તંત્રની નજરમાં આવા દબાણો હશે તેને દુર કરીને જ કામગીરી બંધ થશે. દેશની સુરક્ષાના અતિ સંવેદનશીલ બેટ દ્વારકામાં રૂ. પાંચ કરોડની જમીન ઉપર થયેલા દબાણ ખાલી કરવામાં આવ્યું છે.