Site icon Revoi.in

ઓનલાઈન સાયબર ક્રાઈમ વિરુદ્ધ ગુજરાત પોલીસ શખ્ત, શરૂ કર્યો આશ્વસ્ત પ્રોજેક્ટ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આધુનિક જમાનામાં મોબાઈલ ફોન અને ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે. બીજી તરફ સાયબર ક્રાઈમના ગુનામાં વધારો થયો છે. ઓનલાઈન ઠગાઈને અટકાવવા માટે એક વર્ષ પહેલા પોલીસ દ્વારા સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ એક વર્ષમાં નાણાંકિય છેતરપીંડીનો ભોગ બનનારા 5167 લોકોનાં 11 કરોડથી પણ વધુ રૂપિયા સાયબર ક્રાઈમે પરત અપાવ્યા છે.સૌથી વધુ ઠગાઈ અત્યારે કસ્ટમર કેર ફ્રોડ દ્વારા થતી હોવાનું સામે આવ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાયબર ક્રાઈમે એક વર્ષમાં 250 થી વધુ ફેક વેબસાઈટ પણ બંધ કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ સાયબર ક્રાઈમે 72 હજાર જેટલા ફેક બેંક ખાતા પણ બંધ કરાવ્યા તેમજ 100 જેટલા ફેક કસ્ટમર કેર નંબરો બંધ કરી અનેક લોકોને ઠગાઈથી બચાવ્યા છે. બીજા નંબરે સૌથી વધુ ઠગાઈ ડેબીટ કાર્ડ અને તે બાદ ક્રેડિટ કાર્ડ થકી છેતરપીંડીનાં કિસ્સાઓ સૌથી વધુ નોંધાઈ રહ્યા છે. સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ સાયબર ક્રાઈમ ઇન્સીડન્ટ રિસ્પોન્સ યુનિટ, એન્ટિ સાયબર ક્રાઈમ બુલિંગ યુનિટ, સાયબર સુરક્ષા લેબ તેમજ લોકો ઓનલાઈન ઠગાઈનો ભોગ ન બને તે માટે સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ પણ કાર્યરત છે.