Site icon Revoi.in

આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં દેશમાં ગુજરાત 15માં ક્રમે

Social Share

અમદાવાદઃ આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં ગુજરાત પડોશી દેશ રાજસ્થાન કરતા પણ પાછળ છે. સમગ્ર દેશમાં આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં ગુજરાત 15માં ક્રમે છે. રાજ્યમાં બજેટનાલ અંદાજે 5.6 ટકા જેટલી રકમ આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં આવી હતી. જ્યારે રાજસ્થાનમાં અંદાજે 6.1 ટકા જેટલી રકમ આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં આવી હતી.

રિઝર્વ બેન્કે દેશના વિવિધ રાજ્યો દ્વારા જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાછળ થતાં ખર્ચનું સ્ટેટમેન્ટ રજૂ કર્યું હતું. જેમાં વર્ષ 2020-21માં આરોગ્ય પાછળ બજેટકીય ખર્ચની બાબતમાં ગુજરાત 31 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 15માં ક્રમે છે. ગુજરાત સરકારે 2020-21માં તેના કુલ બજેટમાંથી 5.2 ટકા રકમ ખર્ચ માટે ફાળવી હતી. રાજ્યનું કુલ બજેટ રૂ. 2,17,287.24 કરોડનું હતું અને એમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ. 11243 કરોડની જોગવાઈ દર્શાવાઈ હતી, જે વાસ્તવિક રીતે તો કુલ બજેટના 5.17 ટકા જ રકમ હતી. ગુજરાત સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ પાછળ તેના કુલ બજેટમાંથી વર્ષ 2014-15માં 5.5 ટકા, 2015-16માં 5.6 ટકા, 2016-17માં 5.7 ટકા, 2017-18માં 5.4 ટરા અને 2018-19માં 5.6 ટકાનો ખર્ચ કરાયો હતો. જ્યારે 2019-20માં સુધારેલા ખર્ચ અંદાજ પ્રમાણે 5.6 ટકા રકમનો ખર્ચ થયો હોવાનું જાણવા મળે છે.  ગુજરાતની સરખામણીમાં પડોશી રાજ્ય રાજસ્થાનમાં આરોગ્ય પાછળ વધારે ખર્ચ થાય છે. રાજસ્ધથાનમાં 2018-19માં બજેટમાંથી 5.8 અને 2019-20માં લગભગ 6.1 ટકા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.