- ગુજરાતમાં વિકાસનું વધુ એક ઉદાહરણ
- લોજિસ્ટિક ઈઝ રિપોર્ટમાં ગુજરાત પ્રથમ નંબર પર
- જમ્મુ કાશ્મીરના રેંકિંગમાં પણ થયો સુધારો
દિલ્હી :સરકાર દ્વારા હાલમાં જ એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે રિપોર્ટ બતાવે છે કે કયા રાજ્યમાં પરિવહન કેટલું સરળ બન્યું છે. આ રિપોર્ટમાં ગુજરાતનો નંબર પ્રથમ છે અને જમ્મુ અને કાશ્મીરના રેન્કિંગમાં પણ સુધારો જોવા મળ્યો છે.
આ રિપોર્ટ કોવિડની બીજી લહેર બાદ આવ્યો છે. કોવિડની બીજી લહેરમાં ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા સર્વોચ્ચ હતી અને લગભગ દરેક રાજ્યમાં આ કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર સાથે સારુ સંકલન રાખીને રાજ્ય સરકારોએ પ્રવાહી ઓક્સિજનના પરિવહનને ખૂબ જ સરળ બનાવ્યું.
લોજિસ્ટિક્સને રિપોર્ટ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. રિપોર્ટ દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો છે કે લોજિસ્ટિક્સ ઈકોસિસ્ટમ ભારતના બજારને મજબૂત કરશે અને દેશની અર્થવ્યવસ્થા પણ સશક્ત થશે.
પરિવહનને મજબૂત કર્યા વિના બજાર અને અર્થતંત્રની મજબૂતાઈ વિશે વિચારવું અર્થહીન છે. આ અવસરે વાણિજ્ય સચિવ અનુરાગ જૈને જણાવ્યું હતું કે,આ અહેવાલને કારણે રાજ્યોમાં ઉદ્યોગ અને વ્યવસાય તરફ પોતાને સુધારવાની સ્પર્ધા થઈ છે. હવે રાજ્યો પણ એકબીજા સાથે હરીફાઈ કરીને વધુ સારાની હોળમાં છે.
કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાની સામાન્ય સ્થિતિને તહેવારો દ્વારા સરળતાથી સમજી શકાય છે. પરંતુ કોરોનાના કિસ્સામાં આપણે કોઈપણ સંકોચ રાખ્યા વિના સાવચેતી રાખવી જોઈએ. ભારતમાં મોટાપાયે કોરોનાની રસી બનાવવામાં આવી છે.