રોજગાર કચેરી મારફત રોજગારી પૂરી પાડવામાં ગુજરાત પ્રથમ સ્થાને – છેલ્લા 5 વર્ષમાં 15 લાખથી વધુ લોકોને મળી રોજગારી
અમદાવાદઃ- ગુજરાતના યુવાઓને રોજગારી મળી રહે છે તે માટે રોજગાર ચકેરિ સતત કાર્યરત રહે છે અને યુવાઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે ત્યારે હવે ગુજરાતની રોજગાર કચેરીએ રોજગારી આપવા બાબતે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત ફરી વખત નંબર વન પર ઝળહળ્યું છે.કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા અહેવાલમાં અંગે માહિતી આપતાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્રારા આ જાણકારી શેર કરવામાં આવી હતી.
રોજગાર મંત્રીે આ બબાતને લઈને જણાવ્યું કે રોજગાર કચેરીઓ દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત 2002 થી દેશમાં સતત પ્રથમ ક્રમાંકે છે. જો વર્ષ 2018ની વાત કરીએ તો ત્યારથી લઈને વર્ષ 2023 દરમિયાન પાંચ વર્ષના સમયગાળામાં રોજગાર કચેરીઓ દ્વારા ૧૫ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.
આ 5 વર્ષના સમય ગાળા દરમિયાનની જો વાત કરીએ તો આ દરમિયાન 7 હજારથી વધુ ભરતીમેળાના આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૮ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી મળી છે. આ સહીત રાજ્ય સરકારે “અનુબંધમ” વેબપોર્ટલ તથા મોબાઇલ એપ પણ વિકસાવી છે. અહેવાલ અનુસાર દેશભરમાં અંદાજે સાડા છ લાખ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી અને તેમાં પોણા ત્રણ લાખ યુવાનોને ગુજરાત દ્રારા રોજગારી પુરી પડાઈ છે.
રાજ્યમાં માત્ર પુરપુષો જ નહી પરંતુ મહિલાઓએ પણ આ સેવાનો લાભ લીધો છે ગુજરાત રાજ્ય મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. ભારતભરમાં વર્ષ 2022 દરમિયાન કુલ 1 લાખ 22 હજાર 700 મહિલાઓને રોજગારી આપવામાં આવી છે, જેની સામે ગુજરાત દ્વારા 4 લાખ 58 હજાર એટલે કે 37 ટકા જેટલી મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે. સમગ્ર ભારતમાં થયેલી 8 ટકા મહિલાઓની નામ નોંધણીમાં ગુજરાતનો ફાળો 75 ટકા જેટલો છે.