Site icon Revoi.in

દેશમાં નકલી ચલણી નોટ્સ પકડવામાં મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ બાદ ગુજરાત ત્રીજાક્રમે

Social Share

અમદાવાદઃ દેશમાં નકલી યાને બનાવટી ચલણી નોટો પકડાવવામાં ગુજરાત ત્રીજાક્રમે છે. દેશના અર્થતંત્રને ખોલલું બનાનવા અસામાજિક તત્વોના પ્રયાસો સામે પણ પોલીસ સતર્ક બનીને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેતી હોય છે. જોકે  મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ પછી દેશમાં નકલી ચલણ જપ્ત કરવામાં ત્રીજા ક્રમે ગુજરાત આવે છે. ગયા વર્ષે પણ આ યાદીમાં ગુજરાત ટોચ પર હતું.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા 2020 માં ભારતમાં ક્રાઈમ પરનો રીપોર્ટ જાહેર કરાયો હતો કે ગયા વર્ષે ગુજરાતમાં  નકલી ચલણના રેકેટમાં 32 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ નકલી ચલણી નોટોનું આટલુ મોટુ પરિભ્રમણ થવા પાછળનું એક કારણ પાકિસ્તાન પણ હોય શકે છે. 2020 માં ગુજરાતમાંથી 2.34 કરોડની કિંમતની 27,934 નોટ જપ્ત કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશની અર્થ વ્યવસ્થાને અસ્થિર કરવાનો અસામાજિક તત્વો પ્રયાસ કરતા હોય છે. પણ ગુજરાતમાં હવે વેપારીઓ પણ સતર્ક બની ગયા છે. અને નકલી ચલણી નોટ્સને આસાનીથી ઓળખી કાઢતા હોય છે. પણ ઘણીવાર નાના વેપારીઓ નકલી ચલણી નોટ્સ લઈને છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. પોલીસ સૂત્રોના કહેવા મુજબ નકલી નોટ્સના રેકેટ્સમાં ઘણી ટોળકીઓ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાંથી નકલી નોટો દેશભરમાં મોકલાવે છે તે નકલી નોટો માટેના રેકેટનું એક કેન્દ્ર છે. ગુજરાત પોલીસે આવા અનેક રેકેટનો પર્દાફાશ કર્યો છે. 2020 માં મહારાષ્ટ્રમાંથી 2.63 કરોડની 38,664 ફેક નોટ જપ્ત કરાઈ હતી. ગયા વર્ષે કોરોના અને લોકડાઉનને કારણે નકલી નોટોની હેરફેર ઘટી ગઈ હતી. રાજયનાં અનેક વેપારી સંગઠનો જાગૃતિ કાર્યક્રમો દ્વારા આ પ્રકારનાં રેકેટથી બચવા પ્રયાસ કરતા હોય છે.