દિલ્હીઃ ભારતમાં લગભગ 33 લાખથી વધારે બાળકો કુપોષિત હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જે પૈકી 17.07 લાખ બાળકો ગંભીર રીતે કુપોષણનો શિકાર છે. ગંભીર રીતે કુપોષિત સૌથી વધારે બાળકો મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાતમાં છે. આ માહિતી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક આરટીઆઈમાં આવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, 34 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 33.23 લાખ જેટલા બાળકો કુપોષિત છે. દેશમાં લગભગ 46 કરોડથી વધારે બાળકો હોવાનું જાણવા મળે છે.
મંત્રાલયના અનુમાન અનુસાર કોરોના મહામારીથી ગરીબ વ્યક્તિઓના આરોગ્ય અને પોષણ સંકટ વધારે વધી શકે છે. 14મી ઓક્ટોબર 2021 સુધીમાં ભારતમાં 17.76 લાખ બાળકો અતિ કુપોષણનો શિકાર છે. તેમજ 15.46 લાખ બાળકો કુપોષિત છે. નવેમ્બર 2020 અને 14મી ઓક્ટોબર 2021ના આંકડાની સરખામણીએ અનેક ગણો વધારો થયો છે. જે 9.27 લાખથી વધીને 17.76 લાખ થઈ છે.
પોષણ ટ્રેકરના મતે આરટીઆઈના જવાબ અનુસાર મહારાષ્ટ્રમાં કુપોષિત બાળકોની સંખ્યામાં 6.16 લાખ જેટલી છે. યારે બિહારમાં 4.76 લાખ અને ગુજરાતમાં 3.20 લાખ બાળકો કુપોષનો શિકાર છે. ગુજરાતમાં 1.55 લાખ બાળકો અતિ કુપોષિત છે. આંધ્રપ્રદેશમાં 2.67 લાખ, કર્ણાટકમાં 2.49 લાખ, ઉત્તરપ્રદેશમાં 1.86 લાખ, તમિલનાડુમાં 1.78 લાખ, અસમમાં 1.76 લાખ અને તેલંગાણામાં 1.53 લાખ બાળકો કુપોષણથી પીડાય છે. આ ઉપરાંત રાજધાની દિલ્હીમાં 1.17 લાખ બાળકો કુપોષણથી પીડિય છે. કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા કુપોષણને નાથવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે.
(Photo-File)