ગુજરાતઃ 10મી માર્ચથી રવી પાકની ટેકાના ભાવે ખરીદી થશે
અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને પોતાની મહેનતનું યોગ્ય વળતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરુ કરવામાં આવી છે. ખેડૂતોના પાકનું પુરુ વળતર મળી રહે તે માટે તા. 10મી માર્ચથી ટેકાના ભાવે રવી પાકની ખરીદી કરવામાં આવશે.
રાજ્યના ખેતી વિભાગ દ્વારા ટેકાના ભાવે તુવેર, ચણા, રાયડાની ખરીદી આગામી દસમી માર્ચથી શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ અને રવી પાક માટે તુવેરના ક્વિન્ટલ દીઠ ભાવ 6 હજાર 6૦૦ રૂપિયા, ચણા માટે 5 હજાર 335 રૂપિયા, અને રાયડા માટે 5 હજાર 450 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. આ ખરીદી માટે પહેલી ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન ગ્રામીણ કક્ષાએ વિ.સી.ઇ. મારફતે ખેડૂત નોંધણી નાફેડના ઇ- સમૃધ્ધી પોર્ટલ પર કરવાની રહેશે.
(Photo-File)