અમદાવાદ: ગુજરાતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગને ગોવા ખાતે યોજાયેલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2021માં “બેસ્ટ પેવેલિયન એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. ગોવ ખાતે યોજાયેલ IIFS 2021 માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત રાજ્ય ને “બેસ્ટ પેવેલિયન એવોર્ડ” મળ્યો છે. DST ગુજરાત પેવેલિયનને IISF 2021 કાર્યક્રમમાં શ્રેષ્ઠ કન્સેપ્ટ્યુલાઈઝ્ડ પેવેલિયનથી નવાજવામાં આવ્યા છે, જે ‘ વિજ્ઞાનમાં સર્જનાત્મકતાની ઉજવણી ‘ થીમ પર ડિઝાઇન કરવામાં આવ્યું હતુ.
સૂત્રોના જણાવ્યા મુજબ IISF 2021ની 7મી આવૃત્તિનું આયોજન મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ તથા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકાર અને ગોવા સરકારના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. તેનું આયોજન 10 થી 13 ડિસેમ્બર 2021 દરમિયાન ઓનલાઇન તથા ઑફ્લાઈ માધ્યમથી કરવામાં આવ્યું હતું. IISF 2021 કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 250 કરતાં વધુ સંસ્થાઓએ ભાગ લીધો હતો. તેમજ , 177 સ્ટોલ સાથે મેગા સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ઇન્ડસ્ટ્રી એક્સ્પોનો સમાવેશ કરવામાં આવેલ હતો.
DST ગુજરાત પેવેલિયનમાં DST અંતર્ગત આવેલ સંસ્થાઓ GUJCOST, સાયન્સ સિટી, GSBTM, ISR, GIL, GBRC ડિરેક્ટોરેટ ઑફ ICT અને ઇ-ગવર્નન્સ અને ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક સહિતના તમામ વિભાગોના ઇન્ફોગ્રાફિક પેનલ્સ, પ્રદર્શનો, મલ્ટીમીડિયા પ્રસ્તુતિ કરવામાં આવેલ હતું. પ્રોગ્રામ સમયગાળા દરમિયાન ડીએસટી ગુજરાત પેવેલિયન ખાતે વિદ્યાર્થીઓ માટે વૈજ્ઞાનિકો અને ઈનોવેટર્સ દ્વારા લાઈવ ટેક્નોલોજી નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. GUJCOST દ્વારા સંકલિત અને ક્યુરેટેડ, DST ગુજરાત પેવેલિયન તમામ ઉંમરના લોકો માટે વિવિધ સર્જનાત્મક અને નવીન વિજ્ઞાન કાર્યક્રમો, પ્રચાર અને પ્રસાર તેમજ સંશોધન પ્રવૃત્તિઓ દ્વારા અજાયબી અને સામાજિક વિકાસ જવાબદારીની ભાવના કેળવીને કુદરતી વિશ્વની વધુ સારી સમજણ માટે ઉપયોગી બને તે રીતે બનાવવામાં આવેલ હતું.
આ પ્રસંગે ગુજરાત સરકારના શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે કે’અમે વિજ્ઞાન અને ટેકનોલોજી સુલભ અને સરળતાથી છેવાડાના માણસ સુધી ઉપ્લબધ્ધ કરવા માટે કટીબધ્ધ છીએ. અમે વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જ્યાં બાળકો અને સામાન્ય નાગરિકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધી શકે અને ભવિષ્યમાં અવિશ્વસનીય સિધ્ધિઓ હાંસીલ કરવા માટે સમર્થવાન બને.
વિજ્ઞાન એને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ વિજય નેહરાએ જણાવ્યુ હતું કે, વિજ્ઞાન એને ટેકનોલોજી, ગુજરાત રાજ્યમાં નવીનતા શાસન અને સાહસ નું સંકલન છે. વિજ્ઞાન એને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર, રાજ્ય માં વૈજ્ઞાનિક સમજ, વૈજ્ઞાનિક શિક્ષણ, સંશોધન એન્ડ વિકાસ માટે ઉત્કૃષ્ટ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરાયુ છે વૈજ્ઞાનિકો અને ઉદ્યમીઓ ને આત્મનિર્ભર ભારત માટે ના વિવિધ પડકારોનો સામનો કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.