અમદાવાદઃ જાણીતા સિનિયર પત્રકાર અને રાજનૈતિક વિશ્લેષક વિદ્યુત ઠાકરનું 93 વર્ષની ઉંમરે અમદાવાદમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. સિનિયર પત્રકાર વિદ્યુત ઠાકરના નિધનની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમજ લખ્યું હતું કે, જાણીતા રાજનૈતિક વિશ્લેષક વિદ્યુત ઠાકરના નિધનના સમાચાર દુઃખદ છે. ભગવાન તેમની આત્મને શાંતિ આપે. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ શાકની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાછવી છે.
ગુજરાતની સ્થાપનાથી કાર્યરત પત્રકારો પૈકીના એક વિદ્યાત ઠાકર લગભગ 50 વર્ષ સક્રિય રહ્યાં હતા. તેમણે 1960માં ગુજરાત રાજ્યની પ્રથમ વિધાનસભાના સત્રનું રિપોર્ટીંગ કહ્યું હતું. તેમણે પત્રકાત્વના કેરિયરની શરૂઆત 1956માં પ્રજા સમાજવાદી પક્ષ સંચાલિત નવગુજરાત દૈનિકના ઉપ-સંપાદક તરીકે કરી હતી. તેમણે મહાગુજરાત આંદોલનમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી.
મહાગુજરાત આંદોલન દરમિયાન તેઓ ઈન્દુલાલ યાજ્ઞિક, દેવેન્દ્ર ઓઝા, બ્રહ્મકુમાર ભટ્ટ, હરિહર ખંભોલજા અને અન્ય લોકોની સાથે એક મહિના સુધી જેલમાં રહ્યાં હતા. તેમણે ગુજરાત લધુ ઉદ્યોગ નિગમમાં અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. તેઓ ઈન્દુલાલ યાજ્ઞિક, રતુભાઈ અદાણી, સનત મહેતા અને ચીમનભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનોના ખુબ નજીક મનાતા હતા. તેમણે ચાર પુસ્તક પણ લખ્યાં છે. તેઓ અનેક ગુજરાતી ન્યૂઝ પેપર સાથે પણ જોડાયેલા હતા. બીમારીના સમયમાં તેઓ જાણીતા ગુજરાતી ન્યૂઝ પેપરમાં કોલમ લખતા હતા. તેમનું અગાઉ રમનભાઈ શાહ સાધના પત્રકારિતા પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતા.