અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે રાજ્યસ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિની પુન:રચના કરવામાં આવી છે. રાજ્યસ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિ અધિનિયમની જોગવાઈઓના અમલીકરણ, રાહત તથા અત્યાચારનો ભોગ બનેલને પૂરી પાડેલ પુન:વસન સુવિધાઓની સમીક્ષા, અધિનિયમ હેઠળના કેસોની કાર્યવાહી, અધિનિયમની જોગવાઈઓના અમલીકરણ માટે જવાબદાર વિવિધ સમિતિઓની-અધિકારીઓની ભૂમિકા તથા રાજ્ય સરકારને મળેલ વિવિધ અહેવાલોની સમીક્ષા કરશે.
આ સમિતિ વિવિધ અહેવાલોની સમીક્ષા હેતુ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વર્ષ દરમિયાન ઓછામાં ઓછી બે વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મળશે. આ સમિતિમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગના મંત્રીઓ, સંસદ સભ્યઓ, ધારાસભ્યઓ તથા ઉચ્ચ અધિકારીઓ મળી કુલ 23 સભ્યો અને એક સભ્ય સચિવનો સમાવેશ કરવામાં આવ્યો છે.