Site icon Revoi.in

ગુજરાતઃ તરણેતરના લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન કરાયું

Social Share

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ તરણેતરના મેળામાં હજારીની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તેમજ હરણેતરના મેળાની ખ્યાતિ માત્ર ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફેલાયેલી છે. દરમિયાન તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આગામી 1લી સપ્ટેમ્બર થી 3જી સપ્ટેમ્બર દરમિયાન 17મા ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાને પગલે બે વર્ષ બાદ તરણેતરના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આ ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાઈઓ માટે ટૂંકી દોડ, લાંબીદોડ, લાંબીકૂદ, ગોળા ફેંક, કબડ્ડી, રસ્સા ખેંચ, અને બીજી અન્ય રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે બહેનો માટે ટૂંકી દોડ, લાંબી દોડ, લાંબી કુદ, ગોળા ફેંક, વોલી બોલ ,કબડ્ડી, લંગડી, દોરડા કુદ બીજી અન્ય રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે રમતોસવનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં યુવાનો ભાગ લેવા આવે છે. કોરોના મહામારીને પગલે બે વર્ષથી તરણેતરના મેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જો કે, આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ પશુઓમાં લમ્પી વાયરસ ફેલાયો હોવાથી પશુમેળો મુલત્વી રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તરણેતરના મેળાને પગલે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે, બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.