Site icon Revoi.in

ગુજરાતઃ ખારાઘોડામાં મીઠાનું બમ્પર ઉત્પાદન, 12 લાખ મેટ્રીક ટનની આવક

Social Share

અમદાવાદઃ ભારતમાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં સૌથી વધારે સોલ્ટનું ઉત્પાદન ઝાલાવાડ પંથકમાં થાય છે. દેશનું 70 ટકા ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. ખારાઘોઢામાં આ વર્ષે અત્યાર સુધીમાં 12 લાખ મેટ્રીક ટન મીઠાનું વિક્રમજનક આવક થઇ ચુકી છે અને હજી 1.5 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં પડ્યું હોવાનું જાણવા મળે છે. ઝાલાવાડ પંથકમાં લગભગ 35 ટકા મીઠાનું ઉત્પાદન થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશમાં દર વર્ષે 135 લાખ મેટ્રીક ટન મીઠાનું ઉત્પાદન થાય છે. જે પૈકી ગુજરાતમાં સૌથી વધારે 97.20 લાખ મેટ્રીક ટન ઉત્પાદન થાય છે. ગુજરાતમાં મીઠાના લગભગ 591 એકમો ધમધમે છે. તેમજ મીઠા ઉદ્યોગ મારફતે લગભગ 1.51 લાખ લોકોને રોજગારી મળે છે. ઝાલાવાડ પંથકના ખારાઘોડામાં 12 લાખ મેટ્રીક ટન મીઠાની આવક થઈ છે. દર વર્ષે રેલ્વે મારફતે 4 લાખ મેટ્રીક ટનની નિકાસ થાય છે. જ્યારે બાય રોડથી 4 લાખ ટન મીઠાની નિકાસ થાય છે. ભારતમાં સૌથી લાંબો 1600 કિમી દરિયા કિનારો ગુજરાતમાં છે. જેનો ફાયદો ગુજરાતના અગરિયાઓને થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં દર વર્ષે મીઠાનું બમ્પર ઉત્પાદન થાય છે. જે પૈકી દુનિયાના અન્ય રાજ્યોમાં પણ મીઠાની નિકાસ કરવામાં આવે છે.