1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ GST સેવા કેન્દ્રોમાં ફેક અરજીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
ગુજરાતઃ GST સેવા કેન્દ્રોમાં ફેક અરજીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

ગુજરાતઃ GST સેવા કેન્દ્રોમાં ફેક અરજીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

0
Social Share

અમદાવાદઃ GST નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને ફેક રજિસ્ટ્રેશન રોકી ટેક્સ ચોરી અટકાવવાના ઉદ્દેશ્યથી ગુજરાતમાં 7 નવેમ્બર 2023એ 12 GST સેવા કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. પાસપોર્ટ સેવા કેન્દ્રની જેમ જ, GSTની તમામ પ્રક્રિયા એક જ કેન્દ્ર પર ઝડપથી પૂર્ણ થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિણામ સ્વરૂપે GST સેવા કેન્દ્રની શરૂઆતના સાત મહિનામાં જ, વર્ષ 2022ની સરખામણીએ ફેક અરજીઓની સંખ્યામાં 25%  જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

ગુજરાત સ્ટેટ ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર, અગાઉ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના બોગસ દસ્તાવેજોના આધારે GST નોંધણી કરીને ટેક્સચોરી થતી હતી. પરંતુ GST સેવા કેન્દ્રો પર હવે બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન ફરજિયાત હોવાથી અરજદારને ખરાઈ માટે બોલાવાય છે. એક જ કેન્દ્ર પર 40થી વધારે માપદંડોના આધારે અરજીની ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ તેમને GST નોંધણી નંબર આપવામાં આવે છે. રાજ્યના તથા કેન્‍દ્રના GST નોંધણી નંબરની બાયોમેટ્રિકને લગતી તમામ કામગીરી આ 12 GST સેવા કેન્દ્રમાં થતી હોવાથી કામગીરી ખૂબ સરળ, પારદર્શક અને ઝડપી બને છે.

  • ગુજરાતમાં 12 કેન્દ્ર

7 નવેમ્બર 2023ના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના હસ્તે વાપીથી 12 GST સેવાકેન્દ્રોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. અત્યારે રાજ્યમાં વાપી, ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, ગોધરા, મહેસાણા, પાલનપુર, રાજકોટ, ભાવનગર, જુનાગઢ અને ગાંધીધામમાં કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

  • GST સેવા કેન્દ્ર શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય

ભારતમાં સૌથી પહેલા ગુજરાતમાં GST સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આ કેન્દ્રોની સફળતાને ધ્યાને લઈ સમગ્ર દેશમાં આ વ્યવસ્થા અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  GST સેવા કેન્દ્રના અમલ બાદ અત્યાર સુધી અરજીઓમાં થયેલો 25% ઘડાટો આ કેન્દ્રોની કાર્યપ્રણાલીની અસરકારકતા સૂચવે છે. GST કાઉન્સિલના સભ્યો તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના અધિકારીઓએ ગુજરાતમાં શરૂ થયેલા કેન્દ્રોની મુલાકાત પણ લીધી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code