ગુજરાત ST બસને ત્રીજી વખત સલામત બસ સેવા માટે પુરસ્કાર એનાયત- 18 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે અપાશે
- ST બસને ત્રીજી વખત સલામત બસ સેવા માટે પુરસ્કાર એનાયત
- 18 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે અપાશે
દિલ્હીઃ-એસટી અમારી સલામત સવારી, આ વાક્ય આપણે ગુજરાતની તમામ એસચટી બસો પર લખેલું જોયું છે, અને ખરા અરેથમાં આ વાક્ય સતત ત્રીજી વખત સાચુ પણ સાબિત થયું છે, કારણે કે ગુજરાતના ST કોર્પોરેશન દ્રારા સતત ત્રીજી વખત સલામત બસ સેવા તરીકે ગુજરાત એસટી બસને પુરસ્કાર એનાયત કરવામાં આવવ્યો છે
આ સલામત સેવાનો પુરસ્કાર કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના ST નિગમને દિલ્હીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે આવનારી 18 જાન્યુઆરીના રોજ આ એવોર્ડથી નવાઝવામાં આવનાર છે,માચ્ર એવોર્ડ જ નહી પરંતુ ઈનામ પેઠે પુરા બે લાખ રુપિયાની રકમ પણ એપવામાં આવનાર છે.ગુજરાતની બસ સેવા સલામત હોવા માટેનો આ પુરસ્કાર છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં 1 લાખ કિલોમીટરની ગણતરીએ અકસ્માતનું પ્રમાણ નહીવત નોંધાયું છે. જેનું પ્રમાણ 0.06 ટકા જ રહ્યું છે. ગુજરાતનો એસટી વિભાગદિન- પ્રતિદિન અદાજે 25 લાખ જેટલા યાત્રીઓને પરિવહનની સુવિધા પ્રદાન કરે છે અને પ્રતિદિન 34 લાખ જેટલું કિલોમીટરનું અંતર ખેડે છે.
આ સેવા એક સતત ચાલતી સેવા છે, કેન્દ્રીય પરિવહન વિભાગ દ્વારા ગુજરાતના ST વિભાગને આ એવોર્ડ આપવાની જાહેરાત કરાતા જ એસટી વિભાગેએસટી અમારી-સલામત સવારીનું જે સુત્ર છે તેને ખરા અર્છમાં સભર અરથપૂર્ણ બનાવ્યું છે.
આ એવોર્ડ 1 લાખ કિલોમીટરે ઓછામાં ઓછા અકસ્માતથી સંચાલન કરીને 7 હજાર 500 ફલીટ સર્વિસની કક્ષામાં રાજ્યના એસટી વિભાગે મેળવ્યો છે. બીજી તરફ સમગ્ર રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં એટલે કે, રાજ્યમાં બસ અકસ્માતનું પ્રમાણ 0.11 ટકા થી ઘટીને 0.06 ટકા થયું છે.