અમદાવાદઃ રાજ્યમાં ડીઝલના ભાવ આસમાને પહોંચતા એસટી નિગમની હાલત કફોડી બની છે. એક બાજુ એસટી નિગમની ખોટ વધી રહી છે, બીજીબાજુ એસટીમાં ડ્રાઈવર-કંડક્ટર સહિત અનેક જગ્યાઓ ખાલી છે. તેના લીધે સટી બસના સંચાલનમાં પણ મુશ્કેલી પડી રહી છે. અગાઉ ડ્રાઈવરોની ભરતી માટેના ઈન્ટરવ્યુ પણ લેવાય ગયા છે પરંતુ કોઈ કારણોસર તેમને નિયુક્તિ આપવામાં આવતી નથી. ગુજરાત એસ. ટી. નિગમમાં ડ્રાઇવર કંડકટર ની 11313 જગ્યાઓ ખાલી તેમ છતાં ભરતી ન કરતાં અસંખ્ય અરજદારો રહેમરાહે નોકરી ની રાહમાં છે ત્યારે વહેલી તકે ભરતી કરવામાં આવે તેવી અરજદારોની માંગણી છે.
ગુજરાત એસ. ટી. નિગમમાં સ્ટ્રાફ ધટ જોવા મળે છે અને ડ્રાઇવર કંડકટર અને કલોક પટાવાળા અને હેલ્પર સહિત ના સ્ટ્રાફ ની ધટ છે ત્યારે આની સામે નિગમ દ્વારા આ ભરતી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી હતી પરંતુ કોરોના ને લઈ આ ભરતી પ્રક્રિયા અંગે કોઈ નિર્ણય કરાયો ન હતો તો બીજી તરફ એસ. ટી. નિગમમાં ડ્રાઇવર કંડકટર પરિવાર માંથી વારસદાર ને નોકરી આપવામાં આવે છે તેમજ અસંખ્ય આવા અરજદાર પણ નોકરી રાહ જોઈ રહ્યા છે તો મૃતક કમેચારીઓના પરિવારો રહેમરાહે નોકરી ની રાહમાં છે ત્યારે હવે વહેલી તકે ભરતી કરવામાં આવે તેવી અરજદારોએ એસ. ટી. નિગમમાં તથા રાજ્ય સરકાર ને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે અને રહેમરાહે નોકરી ઈરછુક કર્મચારીઓ ના પરિવાર ની તાત્કાલિક અસરથી ભરતી કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે.