અમદાવાદઃ માર્ચ 2024ની બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષાનું શિક્ષણ બોર્ડે આયોજન કર્યું છે. દરમયાન ધો-10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરીનો આરંભ થયો છે. ઓનલાઈન આવેદનપત્રો ભરવાનો આરંભ કરવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન માધ્યમથી સ્વીકારવાનો પ્રારંભ થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2023માં યોજાનારી ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાના આવેદનપત્રો ફી સાથે ઓનલાઇન માધ્યમથી સ્વીકારવાનો ગઈકાલથી પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ આગામી 13 ડિસેમ્બરના રોજ રાત્રે બાર વાગ્યા સુધી આ આવેદનપત્રો બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકશે. ધોરણ 10ના નિયમિત, ખાનગી, રીપીટર વિદ્યાર્થીઓએ આવેદનપત્રો ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે જેની વિગતો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે.