1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત અપાઈ
ગુજરાતઃ નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત અપાઈ

ગુજરાતઃ નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત અપાઈ

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે શરૂ કરેલી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર’’ યોજના  જૂન અને જૂલાઇ એમ  વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ 2022-23ની વેરાની રકમ જો નાગરિકો તા. 30મી જુન સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને 7 ટકા વળતર આપવામાં આવશે. વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા. 30 જૂન સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું 5 ટકા વળતર અપાશે. એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ 12 ટકા વળતરનો લાભ મળશે. નાણાંકીય વર્ષ 2022-23 ની વેરાની રકમ તા. 1 જુલાઇ થી તા. 31 જુલાઇ સુધીમાં એડવાન્સ ભરપાઇ કરનારા નાગરિકોને પાંચ ટકા વળતર મળવાપાત્ર થશે. આ જ સમયગાળા દરમ્યાન ઇ-નગર મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન સિટીઝન પોર્ટલ મારફતે વેરાની રકમ ભરનારા લોકોને વધુ પાંચ ટકા વળતર મળવાપાત્ર રહેશે.

ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓની આવકમાં વધારો થાય સાથો સાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તેવા ઉદાત્ત ભાવથી આ ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’નો અમલ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code