Site icon Revoi.in

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ તા. 20મી જાન્યુઆરીએ યોજાશે

Social Share

અમદાવાદઃ  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો તેરમો પદવીદાન સમારોહ યુનિના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આગમી તા.20/01/2024ને શનિવારના દિવસે સવારે 11:૦૦ વાગ્યે સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાશે. આ પદવીદાન સમારોહમાં  28787 સ્નાતકો અને 5251 અનુસ્નાતકો તેમજ 51 પી.એચડીના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU)નો 13મો પદવીદાન સમારોહ આગામી તા.20મી જાન્યુઆરીને શનિવારના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાશે. આ પદવીદાન સમારોહમાં જુદી જુદી ફેકલ્ટીના 147 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકથી સન્માનવામાં આવશે. આ પ્રસંગે ઈસરોના નિયામક નિલેશ દેસાઈને ડોક્ટરેટની માનદ પદવી એનાયત કરવામાં આવશે.તેમજ 28787 સ્નાતકો, 5251 અનુસ્નાતકો, 51 પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ, તેમજ 14452 ડીપ્લોમા ધારકો અને 70 પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન ડિપ્લોમા મેળવનારા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આમ કુલ 48575 વિદ્યાર્થીઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પદવી આ પદવીદાન સમારોહમાં પ્રાપ્ત કરશે. આ પૈકીના 4000 વિદ્યાર્થીઓ રૂબરૂ ઉપસ્થિત રહીને આ ડીગ્રી મેળવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના 20મી જાન્યુઆરીએ યોજાનારા 13માં પદવીદાન સમારોહમાં અધ્યક્ષપદે ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી અને મુખ્ય મહેમાન પદે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે.  આ પદવીદાન સમારોહમાં ઈસરોના નિયામક નિલેશ દેસાઈને ડોક્ટરેટની માનદ પદવી એનાયત કરવામાં આવશે. 4000 વિદ્યાર્થીઓ રૂબરૂ ઉપસ્થિત રહીને પદવી પ્રાપ્ત કરશે, પદવીદાન સમારોહને લઈ જીટીયુ દ્વારા તૈયારીઓ શરી કરી દેવામાં આવી છે.