- મોંઘવારી ભથ્થામાં 8 ટકાના વધારાની શક્યતા
- કર્મચારીઓની નારાજગી દૂર કરવાના પ્રયાસો
- સરકાર ઝડપી નિર્ણય લે તેવી કર્મચારીઓની માંગણી
અમદાવાદઃ રાજ્યના લગભગ 5 લાખ જેટલા કર્મચારીઓના મોંઘવારીના ભથ્થાની સરકારે વિચારણા શરૂ કરી છે. મોંઘવારી ભથ્થામાં 8 ટકા સુધીનો વધારો કરવામાં આવે તેવી શકયતા છે. આ અંગે રાજ્ય સરકાર આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. દરમિયાન રાજ્ય સરકાર સત્વરે કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થું જાહેર કરે તેવી કર્મચારીઓની માગણી છે.
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતુ મોંઘવારુ રાજ્યના કર્મચારીઓને મળતું નથી. એટલું જ નહીં કેન્દ્રીય મોંઘવારી ભથ્થુ લગભગ 10 મહિના બાદ ચુકવવામાં આવતી હોવાનું ચર્ચાય રહ્યું છે. રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભત્થાને ચુક્વવા બાબતે સરકારને રજુઆત કરવામાં આવી હતી. બીજી તરફ સરકારી કર્મચારીઓમાં મોંઘવારી ભથ્થા મામલે સરકારની કામગીરીથી નારાજગી ફેલાઈ છે. કર્મચારીઓની નારાજગી દૂર કરવા માટે સરકારે કવાયત શરૂ કરી છે.
સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની દિશામાં સરકારે કવાયત આરંભી છે. સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં લગભગ 8 ટકાનો વધારો કરવામાં આવે તેવી શકયતા છે. કર્મચારીઓને જુલાઈ 2022થી 34 ટકા સુધી મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવી રહ્યું છે. હવે મોંઘવારી ભથ્થુ 42 ટકા જેટલુ કરવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે. તે સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે.