1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતઃ હવે દર બુધવારે કોરોનાની વેક્સિન નહીં અપાય, જાણો કેમ
ગુજરાતઃ હવે દર બુધવારે કોરોનાની વેક્સિન નહીં અપાય, જાણો કેમ

ગુજરાતઃ હવે દર બુધવારે કોરોનાની વેક્સિન નહીં અપાય, જાણો કેમ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા વધુને વધુ વેક્સિનેશન થાય તે માટે સરકારે ઝબેશ આદરી છે. ત્યારે અમદાવાદ સહિતનાં શહેરોમાં આવતીકાલે બુધવારે કોરોનાની વેક્સિન લોકોને આપવામાં આવશે નહીં. રાજ્યમાં સપ્તાહમાં એક દિવસ કોરોના વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ મુજબ ‘મમતા દિવસ’એ બાળકોનું રસીકરણ થઈ શકતું નથી, જેથી દર બુધવારે કોરોના વેક્સિન હવે આપવામાં આવશે નહીં, એમ સૂત્રોએ જણાવ્યું છે. જોકે સરકાર પાસે વેક્સિનેશનનો મર્યાદિત સ્ટોક હોવાને કારણે આ ‘મમતા દિવસ’ના નામે એક દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, બુધવારે કોરોના વેક્સિનેશન બંધ રહેશે. હવે દર અઠવાડિયે એક દિવસ રસીકરણ બંધ રહેવાથી અમદાવાદમાં વેક્સિન ઉપલબ્ધ નહિ હોય. કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે રાજ્યમાં સરકારે વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કર્યું છે, પરંતુ અમદાવાદ શહેરમાં લોકો દરરોજ સવારથી રસી લેવા માટે કેન્દ્ર પર જઈને લાઈનો લગાવે છે, પરંતુ એક કેન્દ્ર પર 200 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આવ્યો છે. અમદાવાદ શહેરમાં 400 જેટલાં રસીકરણ કેન્દ્રો પર વેક્સિન આપવામાં આવે છે.

શહેરમાં સોમવારે 33 હજાર 981 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. સોમવારે 18થી 44 વય જૂથના 16,691 અને 45 વર્ષ ઉપરના 12,258 લોકોને વેક્સિન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના માત્ર 3033 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી. સુપરસ્પ્રેડર કેટેગરીમાં આવતા 1125 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યારસુધી 17,194 જેટલા સુપરસ્પ્રેડર કેટેગરીમાં આવતા લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. રાજ્યમાં એક દિવસ વેક્સિન બંધ રહેતાં દિવાળી સુધીમાં દરેક અમદાવાદી વેક્સિનનો પહેલો ડોઝ મેળવશે એવો ટાર્ગેટ પૂરો નહિ થાય.

અમદાવાદની વસતિ અંદાજે 60 લાખની આસપાસ છે, પરંતુ અત્યારસુધી માત્ર 6 લાખ લોકોએ કોરોનાની રસીના બે ડોઝ લીધા છે. આનો અર્થ એ થયો કે માત્ર 10 ટકા વસતિએ બે ડોઝ લીધા છે. જ્યારે અંદાજે 54 લાખ લોકોએ હજુ બંને ડોઝ પૂરા કરવાના બાકી છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વચ્ચે બચાવનો એકમાત્ર ઉપાય રસી છે. જોકે અત્યારસુધી લગભગ 24 લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે, જ્યારે બંને ડોઝ લેનારાની સંખ્યા 6 લાખની આસપાસ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code