અમદાવાદઃ ઉકાઈ જળાશયમાં ડુબાણમાં ગયેલી જમીનને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના અસરગ્રસ્તોના પુનઃવસનના આ નિર્ણયથી હજારો લોકોને લાભ મળશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઉકાઈડેમના અસરગ્રસતો માટે પુનર્વસન માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉકાઇ જળાશયમાં ડૂબાણમાં ગયેલી જમીનના બદલામાં 50 વર્ષ પહેલા નવી શરતે ફાળવાયેલી જમીન-પ્લોટ કે મકાનને ખાસ કિસ્સામાં કોઇ પણ પ્રિમિયમ વસુલ કર્યા વગર જૂની શરતમાં ફેરવી આપવામાં આવશે.
મુખ્યમંત્રીના આ નિર્ણયને કરાણે 16000 જેટલા અસરગ્રસ્તોને જિલ્લા/તાલુકામાં ફાળવાયેલી કુલ 18 હજાર 232 એકર જમીનની જૂની શરતોને આધારે ફાળવણી કરવામાં આવશે. હવે પુનર્વશનના લાભાર્થીઓ પોતાના જમીન / મકાન / પ્લોટ ઉપર ધિરાણ મેળવી શકાશે તથા તેના ખરીદ વેચાણ પણ કરી શકાશે.
(PHOTO-FILE)