અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. તેમજ હવે ધીરે-ધીરે જનજીવન ફરીથી ધબકતુ થઈ રહ્યું છે. દરમિયાન દેશના કેટલાક રાજ્યોમાંથી કોરોનાના કેડ્ટા વેરિયન્ટ મલી આવતા ગુજરાત સરકાર હરકતમાં આવી છે. ડેલ્ટા વેરિયન્ટને લઈને સરકાર દ્વારા પણ ચાપતી નજર રાખવામાં આવે છે. એટલું જ નહીં રોજના 30 થી 40 સેપ્મલ પુણે લેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવે છે. જો કે, હજુ સુધી ગુજરાતમાં ડેલ્ટા વેરિયન્ટનો એક કેસ સામે આવ્યો નથી. બીજી તરફ ડેલ્ટા વેરિયન્ટને લઈને લોકોમાં હવે ભયનો માહોલ ફેલાયેલો છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ડેલ્ટા પ્લસનો એક પણ કેસ હજુ સુધી નોંધાયો નથી. જો કે, આ મુદ્દે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં પુણેની લેબમાં સેમ્પલ મોકલવામાં આવ્યા છે. જો તે સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવશે તો કાર્યવાહી કરવા કરાશે. હાલ રાજ્યમાં સંક્રમણમાં ઘણો ઘટાડો થયો છે.
24 કલાકમાં ગુજરાતમાં કુલ 130 કેસ નોંધાયા છે. ડેલ્ટા વેરિયન્ટને લઈને દરરોજ 30 થી 40 જેટલા સેમ્પલ લેવામાં આવે છે. 24 કલાકમાં પણ 30 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જો તે સેમ્પલમાંથી એક પણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો તો તેને લઈને પણ સરકાર દ્વારા તૈયારી રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનામાં વેક્સિન અસરકારક હોવાથી સરકાર દ્વારા રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તેમજ તમામ લોકોમાં રસીકરણને લઈને જાગૃતિ ફેલાય તેવી કામગીરી પણ કરવામાં આવી રહી છે.