Site icon Revoi.in

ગુજરાત: જુનિયર્સ ડૉક્ટરોની હડતાળ પૂર્ણ

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠકને પગલે રાજયમાં બે દિવસ થી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આ આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સકારાત્મક અભિગમ અને રાજ્યના જરૂરતમંદ નાગરિકોની સારવાર સુશ્રુષાના વ્યાપક જન આરોગ્ય સંભાળ હિત ને ધ્યાનમાં લઈ તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળ પરત ખેંચી લઈ પોતાની સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી મુખ્યમંત્રીને આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર ડૉક્ટરોની બેઠકને પગલે રાજ્યમાં બે દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આ આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સકારાત્મક અભિગમ અને રાજ્યના જરૂરતમંદ નાગરિકોની સારવાર સુશ્રુષાના વ્યાપક જનઆરોગ્ય સંભાળ હિતને ધ્યાનમાં લઈ તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળ પર રોક લગાવી છે.

અમદાવાદની BJ મેડિકલ કોલેજનાં 1200 જેટલા જૂનિયર ડોક્ટરોએ ગઈકાલે સ્ટાઇપન્ડ વધારાની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો અને ઇમરજન્સી સેવા અને OPD થી અળગા રહ્યા હતાં. જૂનિયર્સ ડોક્ટરો દ્વારા 40 ટકા સ્ટાઇપન્ડ વધરાવાની માગ કરાઈ છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં સરકારે સ્ટાઇપન્ડમાં 20 ટકાનો વધારો કર્યો હતો. સ્ટાઇપન્ડમાં વધારાની માગ સાથે જૂનિયર ડોક્ટરો ધરણાં પર ઉતર્યા હતા. જો કે, હડતાળ પર ઉતરેલા જૂનિયર ડોક્ટરોનાં સૂર હવે બદલાયા છે. તેઓ હવે સ્ટાઇપન્ડમાં 30 ટકાના વધારાની માગ કરી રહ્યા છે.

બીજે મેડિકલ કોલેજ પરિસરમાં PG ડોક્ટર્સ એટલે કે જૂનિયર ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતા અને ધરણાં પ્રદર્શન કર્યું હતું. તેમની માગ હતી કે તેમને અપાતા સ્ટાઇપન્ડમાં 40 ટકા સુધીનો વધારો કરવામાં આવે. જોકે, ઓગસ્ટ મહિનામાં સરકારે 20 ટકા સુધીનો વધારો કર્યો હતો. જૂનિયર ડોક્ટરોની હડતાળનાં કારણે ગઈકાલે હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. આ મામલે ગઈકાલે BJ મેડિકલ કોલેજ પ્રશાસન દ્વારા પોલીસ વિભાગને સરકાર વિરોધી આંદોલન હોવાથી પગલાં લેવા વિનંતી કરાઈ હતી. સાથે જ સરકારે પણ હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સને ફરજિયાત કામ પર હાજર રહેવા જણાવ્યું હતું અને ડૉક્ટરો ફરજ પર હાજર નહીં થાય તો શિક્ષાત્મક પગલાં લેવાશે તેવી સૂચના આપવામાં આવી હતી.