- આઈપીએલમાં ગુજરાતે બાજી મારી
- ચેન્નઈને 5 વિકેટથી હરાવી વિનર બન્યું
અમદાવાદઃ- ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેદાનમાં વિતેલા દિવસે આઈપીએલનો શુભ આરંભ થયો હતો મેચના પ્રથમ દિવસે ગુજરાત ટાઈટન્સે ટૂર્નામેન્ટની 16મી સિઝનની પ્રથમ મેચમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. ચેન્નાઈ સામે ગુજરાતની આ સતત ત્રીજી જીત છે. તેણે ગત સિઝનમાં બે વખત CSKને હરાવ્યું હતું.
ધમાકેદાર ઓપનિંગ સેરેમની બાદ પ્રથમ મેચની શરુઆત થઈ હતી. ગુજરાત ટાઈન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સની આ સિઝનની પ્રથમ મેચ રમાઈ હતી.આ મેચમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
જો આ મેચમાં ગુજરાત ટાઇટન્સની બોલિંગની વાત કરીએ તો રાશિદ ખાનનો પાવર સુપર રહ્યો હતો, જેણે પોતાની 4 ઓવરમાં માત્ર 26 રન આપ્યા અને 2 વિકેટ લીધી. આ સિવાય મોહમ્મદ શમી અને અલઝારી જોસેફે પણ 2-2 વિકેટ પોતાના નામે કરી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં સાત વિકેટે 178 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.2 ઓવરમાં પાંચ વિકેટે 182 રન બનાવીને મેચ જીતી લીધી હતી. રાશિદ ખાનને ત્રણ બોલમાં 10 રન તેમજ બે વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આ સહીત શુભમન ગિલે 36 બોલમાં 63 રન કરીને ગુજરાતને જીતની નજીક પહોંચાડ્યું હતું. પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેણે એક પણ વિકેટ પડવા નહોતી દીધી. શુભમને રિદ્ધિમાન સાહા સાથે પ્રથમ વિકેટ માટે 37 રન, સાઈ સુદર્શન સાથે બીજી વિકેટ માટે 53 રન, કેપ્ટન હાર્દિક સાથે ત્રીજી વિકેટ માટે 21 રન અને વિજય શંકર સાથે ચોથી વિકેટ માટે 27 રનની ભાગીદારી કરી હતી.
આ મેચ 20 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 178 રન રહ્યો હતો. 179 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાતની ટીમની શરુઆત શાનદાર રહી હતી. અંતિમ ઓવરમાં ગુજરાત ટાઈટન્સે રોમાંચક જીત મેળવી હતી. 19.2 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે 182 રન બનાવી ગુજરાત ટાઈટન્સે ફરી જીત સાથે શરુઆત કરી હતી.