1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં શુક્રવારથી ઠંડીનું જોર વધશે, ગાંધીનગર,નલીયા અને દમણમાં રાત્રી તાપમાનમાં ઘટાડો થયો
ગુજરાતમાં શુક્રવારથી ઠંડીનું જોર વધશે, ગાંધીનગર,નલીયા અને દમણમાં રાત્રી તાપમાનમાં ઘટાડો થયો

ગુજરાતમાં શુક્રવારથી ઠંડીનું જોર વધશે, ગાંધીનગર,નલીયા અને દમણમાં રાત્રી તાપમાનમાં ઘટાડો થયો

0
Social Share

અમદાવાદઃ શિયાળાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે ઠંડીનું પણ ધીમા પગલે આગમન થઈ રહ્યું છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધશે. આજે પંચમહાલ અને મહિસાગર જિલ્લાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બીજી તરફ અમદાવાદમાં હાલમાં ઠંડીનો  ચમકારો ઓછો છે પરંતુ ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં ઠંડીની અસર વર્તાઈ છે. અમદાવાદ કરતાં ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી ઠંડીની સ્થિતિમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. ત્યાર બાદના ત્રણેક દિવસમાં 2 થી 3 ડિગ્રી સુધી ઠંડી વધશે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો એકાએક ગગડતાં રાતના તાપમાનમાં 2.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો અસહ્ય બનવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ગાંધીનગરમાં પવનની ગતિ વધવાને કારણે ઠંડીમાં વધારો થવાની પણ હવામાન ખાતાએ આગાહી વ્યક્ત કરી છે. મંગળવારે સમગ્ર રાજ્યમાં ગાંધીનગર બીજા નંબરનું ઠંડુ શહેર હતું. ગાંધીનગરમાં મંગળવારે રાત્રે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું.

હાલની સિઝનમાં રાજ્યમાં સૌથી નીચું તાપમાન સંઘ પ્રદેશ દમણમાં 1.5 ડિગ્રી નોંધાયું છે. ત્યાર બાદ સૌથી નીચા તાપમાનમાં ગાંધીનગર હતું. માત્ર 24 કલાકમાં અઢી ડિગ્રી તાપમાન નીચું જતાં ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 83 ટકા અને રાત્રે 51 ટકા ઉંચું રહેવાને કારણે રાત્રિ દરમિયાન સૌથી વધુ ઠંડીનો અનુભવ થયો હતો. અહીં આગામી દિવસોમાં દિવસના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ફૂંકાયેલા ઉત્તર-પૂર્વિય પવનના કારણે  દિવસ અને રાતના તાપમાનમાં 1 થી 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જેના કારણે ઠંડીનું જોર વધ્યું હતું. કલાકે 4 કિમી ઝડપે ફૂંકાયેલા ઉત્તર-પૂર્વિય પવનના કારણે ભેજનું પ્રમાણ સાતેક ટકા ઘટ્યું હતું. સૌરાષ્ટ્રમાં દિવસ આખો ગરમી અને મોડી સાંજથી સવાર સુધી સૂકું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે.  શિયાળાની સીઝન ધીમે ધીમે આગળ વધી રહી છે. આજે ગાંધીનગર,દમણ,નલિયા, પોરબંદર અને કેશોદમાં લઘુતમ તાપમાનનો પારો ૨૦ ડિગ્રીથી નીચે ઊતરી ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ શુક્રવારથી લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી નીચે ઉતરશે અને અનેક સ્થળોએ પારો ૨૦ ડિગ્રીથી નીચે ઉતરી જશે. (File photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code