Site icon Revoi.in

ગુજરાતમાં જાન્યુઆરી 2024માં વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ યોજાશે, આજે વિધિવત જાહેરાતની શક્યતા

Social Share

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આગામી જાન્યુઆરી -2014માં યોજાશે. આજે બુધવારે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કેબીનેટમાં નિર્ણય લેવાયા બાદ તેની ઓફિશિયલ જાહેરાત કરાશે. જાણકાર સૂત્રોના માનવા મુજબ આગામી 10 થી 12 જાન્યુઆરી 2024માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે. કોરોના બાદ પ્રથમવાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ રહી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલાંના આયોજનો ગાંધીનગરમાં જોવા મળી રહ્યાં છે.

ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળથી દર બે-ત્રણ વર્ષે વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવે છે. જેના લીધે ગુજરાતમાં કરોડો રૂપિયાના મૂડી રોકાણો થયા છે. રોજગારીના અનેક નવા ક્ષિતિજો ખૂલ્યાં છે. વચ્ચે કોરોનાને કારણે વાઈબ્રન્ટ સમિટ સ્થગિત કરવાની ફજ પડી હતી. હવે 2024ના વર્ષમાં જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ યોજાશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી 2024માં યોજાશે. જેને લઇને મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો કરવામાં આવી રહ્યાં છે. સમિટ ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે ત્યારે ગુજરાત સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ એમઓયુ કરવાનો ઉપક્રમ શરુ કરી દીધો છે.

ગુજરાત સરકારે 2024 ની વાઈબ્રન્ટ સમિટ માટે તૈયારીઓ આરંભી દીધી છે. આ વખતે ગુજરાતમાં વધુ રોકાણ થાય તેવા પ્રયાસો પહેલાથી જ હાથ ધરાશે. ગુજરાત રોકાણ માટે સર્વશ્રેષ્ઠ તેવો પ્રચાર કરવા માટે 6 આઈએએસ ઓફિસને વિદેશમાં ગુજરાતના બ્રાન્ડિંગ માટે મોકલાવમાં આવશે. ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રમોશન કરવા માટે રાજ્ય વિભાગે 6 આઈએએસ ઓફિસને જવાબદારી સોંપી છે.