ગુજરાત યુનિ. દ્વારા MSCમાં પ્રવેશ માટે શનિવારથી રજીસ્ટ્રેશન થશે, 4 જુલાઈએ મેરીટ લિસ્ટ જાહેર કરાશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ પ્રવેશની મોસમ ચાલી રહી છે. પ્રથમ વર્ષ વિનિયન, વાણિજ્ય, વિજ્ઞાન, તેમજ બીબીએ,બીસીએ સહિતના જુદા જુદા અભ્યાસક્રમોમાં ઓનલાઈન પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે યુનિ.એમએસસીમાં પ્રવેશ માટેની જાહેરાત કરી છે. અનુસ્નાતક કોર્ષમાં એમએસસીમાં પ્રવેશ માટે આગામી તા. 25મી જુનથી રજિસ્ટ્રેશનની પ્રકિયા શરૂ થશે. અને 4થી જુલાઈના રોજ પ્રવેશ માટેનું મેરીટલિસ્ટ જાહેર કરવામાં આવશે. બીએસસીના સ્નાતકો ઘણા સમયથી એમએસસીમાં પ્રવેશની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે એમએસસીમાં મર્યાદિત બેઠકો હોવાથી અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ગુજરાત યુનિ.માં પ્રવેશ મેળવવા માટે આતૂર રહેતા હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે. પ્રથમ વર્ષ વિનિયન, વાણિજ્ય, વિજ્ઞાન, તેમજ બીબીએ,બીસીએ સહિતના જુદા જુદા અભ્યાસક્રમોમાં ઓનલાઈન પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે હવે PG ના કોર્ષમાં MSCમાં એડમિશન પ્રક્રિયા શરૂ થશે .MSC માં 25 જૂનથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે અને 4 જુલાઈએ મેરીટ લિસ્ટ જાહેર થશે. MSCમાં એડમિશન માટે બુકલેટ અપલોડ કરવામાં આવી છે. જેનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ 25 થી 30 જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. 4 જુલાઈએ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર થશે તેમજ 8મી જુલાઈએ ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર થશે અને કોલેજ ફાળવવામાં આવશે. તા. 9મી અને 10મી જુલાઈએ ચોઇસ ફીલિંગ કરવાની રહેશે.12 જુલાઈએ પ્રથમ રાઉન્ડ માટે કોલેજ ફાળવવામાં આવશે.12 થી 15 જુલાઈ સુધી ઓનલાઇન ફી ભરવાની રહેશે.12 થી 16 જુલાઈ સુધી ડોક્યુમેન્ટ સાથે કોલેજ પર રિપોર્ટિંગ કરવાનું રહેશે.18 જુલાઈએ ખાલી બેઠક જાહેર કરવામાં આવશે અને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળેલ વિદ્યાર્થીઓનો અભ્યાસ શરુ થશે.