અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં શ્રીમદ ભગવત ગીતાજીની જ્યંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્ય શાસ્ત્ર વિભાગ દ્વારા શ્રીમદ ભગવદ ગીતાજીના સાંપ્રત સમયમાં પ્રસ્તૃતતા વિષય ઉપર એક ચર્ચા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીમદ ભગવદગીતા જયંતિ ના પાવન પર્વ નિમિતે રાજ્ય શાસ્ત્ર વિભાગ ગુજરાત યુનિર્વસિટી મા વિધાર્થીઓ કારકિર્દી નિર્માણ માટે અને જીવનના દરેક સંઘર્ષ મા ભગવદગીતા ઉપયોગી નીવડે તે અનુસંધાને શ્રીમદ ભગવદગીતા ની સાંપ્રત સમય મા પ્રસ્તુતતા વિષય પર ચર્ચા સભા નું આયોજન રાજ્ય શાસ્ત્ર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ચર્ચા સભામાં મહાનુભવોની સાથે વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.