1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન વર્ગો બંધ કરી વિવિધ વિભાગોને ઓફલાઈન વર્ગો શરૂ કરવા સૂચના

ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન વર્ગો બંધ કરી વિવિધ વિભાગોને ઓફલાઈન વર્ગો શરૂ કરવા સૂચના

0
Social Share

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે એજ્યુકેશનને ભારે અસર થઈ છે. જો કે, હવે કોરોનાનું જોખમ ઘટતા સ્કૂલ, કોલેજોમાં ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ઓનલાઈન વર્ગો બંધ કરીને વિવિધ વિભાગોને વિદ્યાર્થીઓની પૂર્ણ ક્ષમતા સાથે ઓફલાઈન વર્ગો શરૂ કરવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થવાની સાથે ઓમિક્રોનનો ખતરાને પગલે યુનિવર્સિટીના નિર્ણયથી વાલીઓમાં નારાજગી ફેલાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું હોવાથી ઓનકેમ્પસ શિક્ષણમાં હાજરી આપવા સૂચના આપવામાં આવી છે. પ્રથમ દિવસે લગભગ 40 વિદ્યાર્થીઓએ વ્યક્તિગત વર્ગોમાં હાજરી આપી હતી. બીજી તરફ પ્રવર્તમાન નિયમો અનુસાર વર્ગ ક્ષમતાના માત્ર 50 ટકા વિદ્યાર્થીઓ સાથે જ ઓફલાઈન વર્ગમાં શિક્ષણકાર્ય શરૂ કરી શકાય છે. બાકીના 50 ટકા વિદ્યાર્થીઓ બીજા દિવસે બોલાવવાના હોય છે. યુનિવર્સિટીએ તેના વિભાગોના વિદ્યાર્થીઓને તેમની સંખ્યા પર પ્રતિબંધ વિના વર્ગોમાં હાજરી આપવાની મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સરકાર દ્વારા ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવા કોઈ નિર્દેશ નહીં કર્યાં હોવાથી આગામી દિવસોમાં યુનિવર્સિટીના નિર્ણયને પગલે વિવાદ ઉભો થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસમાં ઘટાડો થતા સહરકાર દ્વારા કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં સ્કૂલોમાં ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. જો કે, ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થવાની સાથે ઓમિક્રોનના કેસ સામે આવતા વાલીઓમાં પણ સંતાનોની ચિંતા સતાવી રહી છે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code