Site icon Revoi.in

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી હવે વેદ, ઉપનિષદ, ગીતા, અને વાસ્તુશાસ્ત્રના અભ્યાસક્રમો શરૂ કરશે

Social Share

અમદાવાદઃ  ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU)માં માત્ર ટેકનોલોજીને લગતા જ નહીં પણ પરંતુભારતીય જ્ઞાન પરંપરા પર આધારિત વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જીટીયુ ધરોહર સેન્ટરના ઉપક્રમે ઓનલાઈન ઈન્ડિયન નોલેજસ સિસ્ટમની ક્રેડિટ કોર્સની નવી બેચ શરૂ થઈ રહી છે. જેમાં જ્યોતિષશાસ્ત્ર, વેદ, ઉપનિષદ, વાસ્તુશાસ્ત્ર, ગીતા, વેદોમાં વિજ્ઞાન જેવા કોર્સ ભણાવવામાં આવશે.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા વર્ષ 2021થી  ઓનલાઈન વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેને સારો પ્રતિસાદ મળતા હવે આગામી 2જી જૂનથી વિવિધ પ્રકારના અભ્યાસક્રમ શરૂ કરાશે. જેનું રજિસ્ટ્રેશન 30 મે સુધી ચાલશે. ઉપરોક્ત આ બધા જ અભ્યાસક્રમમાં જીટીયુના વર્તમાન વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અધ્યાપકો કે સ્ટાફને ફી ચુકવણીમાં 20 ટકા કન્સેશન આપવામાં આવ્યું છે. આ કોર્સમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. જીટીયુના ધરોહર સેન્ટર દ્વારા એમ એ ઈન હિન્દુ સ્ટડીસનો કોર્સ પણ જૂન મહિનાથી શરૂ કરાશે. આ અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમની બીજી બેચમાં પ્રવેશ માટે મર્યાદિત બેઠકો ઉપલબ્ધ છે. યુજીસીએ નેશનલ ક્રેડિટ ફ્રેમવર્કમાં જુદા જુદા શૈક્ષણિક ગ્રેડ જાહેર કર્યા છે અને તમામ અભ્યાસક્રમ માટે ક્રેડિટ પોઈન્ટનું માળખું પણ આપવામાં આવ્યું છે.

જીટીયુના સૂત્રોના જણાવ્યા મુજબ દે નવા કોર્સ શરૂ કરાશે જેમાં હસ્તરેખા-જ્યોતિષશાસ્ત્ર, ત્રણ મહિનાના અભ્યાસક્રમમાં 7 હજાર ફી રહેશે, અને ધોરણ 12 પાસ થયેલા આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે. જ્યારે વાસ્તુશાસ્ત્રના ત્રણ મહિનાના અભ્યાસક્રમમાં 7 હદારની ફી અને ધોરણ 12 પાસ થયેલા પ્રવેશ મેળવી શકશે. આ ઉપરાંત પ્રાચીન ભારતિય રાજવંશોનો ત્રણ મહિનાનો અભ્યાસક્રમ રૂપિયા ત્રણ હજાર ફી અને ધોરણ 12 પાસ થયેલા પ્રવેશ મેળવી શકશે. આ ઉપરાંત ગીતા વર્તમાન પ્રસ્તુતીના કોષમાં 3 હજારની ફી અને ધોરણ 12 પાસને પ્રવેશ અપાશે.તેમજ વેદોમાં વિજ્ઞાન અને વેદ-ઉપનિષદ પરિચયના અભ્યાસક્રમોમાં ત્રણ-ત્રણ હજાર ફી અને ત્રણ મહિનાના કોર્ષમાં ધોરણ 12 પાસ થયેલાને પ્રવેશ અપાશે