Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઘેરબેઠા ઓનલાઈન ગ્રેજ્યુએશનનો કોર્ષ, ટુંકમાં પ્રવેશ પ્રકિયા શરૂ કરાશે

Social Share

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઘેરબેઠા ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે.  આગામી 10 દિવસમાં વિન્ટર સેશનમાં પ્રથમવાર ઓનલાઈન અભ્યાસક્રમ માટે એડમિશન પ્રક્રિયા શરુ કરાશે. જેમાં માત્ર ઓનલાઈન અભ્યાસ જ નહિ, પણ ઓનલાઈન ઓન ડિમાન્ડ એકઝામ પણ આપી શકાશે. ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીને યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દ્વારા ઓનલાઈન ડિગ્રી એવોર્ડ કરવાની માન્યતા મળી છે. જેના ભાગરુપે ગુજરાત યુનિવર્સિટી આગામી દસ દિવસમાં જેને આપણે વિન્ટર સેશન કહીએ તેમાં પ્રથમવાર એડમિશન કરવા જઈ રહ્યા છીએ. આ ઓનલાઈન કોર્ષમાં આખા વિશ્વમાંથી ગમે તે ખુણેથી પ્રવેશ મેળવી શકાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓનલાઈન ગ્રેજ્યુએશનનો  કોર્ષ કરવા માટે ઉંમરનો કોઈ બાધ નથી કે, ફેકલ્ટીનું પણ કોઈ બંધન નહિ રહે. તેનો મતલબ એ થયો કે દુનિયાના કોઈ પણ ખુણામાંથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકશે. અને ડિગ્રી પણ લઈ મેળવી શકશે. ફેકલ્ટીમાં અકેડેમીક બેંક ઓફ ક્રેડિટનો ધ્યાન રાખી ક્રેડિટ મેપીંગ કરી જે તે વિદ્યાર્થીને જે તે વિદ્યાશાખા માટે સક્ષમ ગણવામાં આવશે. આ તમામ અભ્યાસ ક્રમ ઓનલાઈન ચાલશે તેની પરીક્ષા પણ ઓનલાઈન હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા માટે પણ ઓનલાઈન ઓન ડિમાન્ડનું પ્રાવધાન હશે. એટલે કે અભ્યાસ પૂર્ણ થતા વિદ્યાર્થીને ઈચ્છા છે કે મારે એક્ઝામ આપવી છે તો વિદ્યાર્થી ઓનલાઈન  એક્ઝામ આપી શકશે. આ એક એવુ આયામ બનશે જે વિદ્યાર્થીની સવલત માટે કાર્યરત રહેશે. જેમા બીએ, એમએ, બીકોમ, એમકોમ, એમસીએ બીસીએ જેવા કોર્ષ એડ કરવામાં આવશે. આ ઉપરાંત 50 જેટલા સર્ટીફીકેટ અને ડિપ્લોમા કોર્ષ પણ ઓનલાઈન ડીગ્રીમાં સમાવવામાં આવશે. ખુબ ટુંક સમયમાં યુનિવર્સીટી આ માટે પોર્ટલ લોન્ચ કરાશે અને ત્યાર બાદ આખા વિશ્વમાંથી વિદ્યાર્થીઓને ગુજરાત યુનિના ફલક પર અભ્યાસ કરવા આહવાન કરવામાં આવશે.