Site icon Revoi.in

ગુજરાતઃ ગણેશ મહોત્સવમાં સાર્વજનિક સ્થળો ઉપર વિધ્યનહર્તાની સ્થાપના થઈ શકશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે બે વર્ષથી મોટાભાગના તહેવાર અને મહોત્સવ યોજવામાં આવ્યાં ન હતા. જો કે, ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા વિવિધ તહેવારો અને મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન ગણેશ મહોત્સવને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા આ વખતે ગણેશજીની મૂર્તિ પર રાખવામાં આવેલા ઉંચાઈના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. તેમજ આ વખતે સાર્વજનિક સ્થાનો પર પણ ગણેશજીની સ્થાપના કરી શકાશે. ગત વર્ષે કોવિડની સ્થિતિને લઇ રાજ્ય સરકાર દ્વારા ગણેશોત્સવ દરમિયાન નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. જો કે, હાલ કોરોના પ્રકોપ ઓછો થતાં રાજ્ય સરકારે લોકોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. આ સાથે મંડળોએ મૂર્તિ બનાવવા અને વિસર્જન માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમનું પાલન કરવાનું રહેશે.