Site icon Revoi.in

ગુજરાતઃ વાતાવરણમાં આવેલા પલટા વચ્ચે સુસવાડા મારતો પવન ફુંકાયો, દરિયામાં ઉંચા મોજા ઉછળ્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ગઈકાલે ગાઢ ધમ્મુસની ચાદર છવાઈ હતી. દરમિયાન આજે સમગ્ર રાજ્યમાં સુસવાટા મારતો ફરવન ફુંકાયો હતો. જેથી લોકોએ ઠંડી અનુભવી હતી. બીજી તરફ દરિયામાં ઉંચા મોજા ઉછડ્યાં હતા. દરમિયાન તંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ કરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં સુસવાટા મારતો પવન ફુંકાયો હતો. જેથી લોકોએ ઠંડી અનુભવી હતી. દરમિયાન ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં ભારે પવન સાથે 8થી 10 ફુટ ઉંજા મોજા ઉછળ્યાં હતા. તંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.