Site icon Revoi.in

ગુજરાતઃ શિયાળાના આગમન સાથે જ ઠંડીનો ચમકારોઃ નલિયા બન્યું સૌથી ઠંડુનગર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાયની સાથે જ રાત્રિના સમયે ઠંઢીનો ચમકારો શરૂ થયો છે. ગુજરાતમાં હવે શિયાળો જામી રહ્યો છે અને ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચુકી છે. આગામી દિવસોમાં ઠંડીનો સમચારો વધવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધારે નલિયા અને વલસાડમાં ઠંડી વધી રહી છે. મેગાસિટી અમદાવાદમાં પણ લોકો રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ કરે છે.

ગુજરાતના શિયાળાની આગમન સાથે જ વહેલી સવારે તથા રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બપોરના સમયે લોકો ગરમી અનુભવે છે.  રાત્રિના સમયે ઠંડીનો ચમકારો વધવા હતે લોકો પંખો અને એસીનો વપરાશ ઓછો કરી હત્યાં છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. રાજ્યમાં ગરમીનો પારો વિવિધ શહેરોમાં 35થી 38 ડિ.સે. વચ્ચે રહેવા પામ્યો હતો. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી, ગાંધીનગરમાં 21 ડિગ્લી, સુરતમાં 24 ડિગ્રી, વડોદરામાં 23, ડીસામાં 21, વલસાડમાં 22 જેટલુ તાપમાન નોંધાયું હતું.ભૂજમાં 38 અને અમદાવાદ તથા ગાંધીનગરમાં 36 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. જો કે, અંતિમ રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસતા જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. તેમજ ખેડૂતોના પાકને નવજીવન મળ્યું હતું. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં 95 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો. તેમજ જળાશયોમાં નવા પાણીની આવક થતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. હવે શિયાળાના આરંભ સાથે જ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે.

(PHOTO-FILE)