અમદાવાદઃ પ્રથમવાર અર્બન ગુજરાતી ફિલ્મ સ્વાગતમ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રજૂ થઈ રહી છે. શોમારૂમી પોતાના પ્લેટફોર્મ ઉપર આ ગુજરાતી ફિલ્મને રિલીઝ કરશે. સ્વાગતમ ફિલ્મ થિયેટર પહેલા રિલીઝ કરવામાં આવશે. દરમિયાન શેમારૂએ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રેલર તૈયાર કર્યું છે. જેને દુનિયાનું સૌથી સુરક્ષિત ટ્રેલર- નો માસ્ક, નો સ્વાગતમ નામ આપવામાં આવ્યું છે.
શોમારૂમીના જણાવ્યા અનુસાર ગુજરાતી ફિલ્મ સ્વાગતમનું ટ્રેલર 8મી મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને દુનિયાભરના દર્શકોએ ખુબ જ પસંદ કર્યું છે. દરમિયાન કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફિલ્મનું એક ખાસ ટ્રેલર તૈયર કરવામાં આવ્યું છે. જેમાં પલ્બિક સર્વિસ માટેની મહત્વનો એવો સામાજીક અંતર, માસ્ક પહેરવુ અને રસી લેવાની પ્રોસેસને હળવા હાસ્પ રૂપે દર્શાવીને લોકોને ઘરે રહેવાની અને સલામત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો છે. ફિલ્મ સ્વાગતમ તા. 20મી મેના રોજ માત્ર શેમારૂમી ઉપર નિહાળી શકાશે.
આ ફિલ્મમાં જાણીતા કલાકાર મલ્હાર ઠાકર, કથા પટેલ, વંદના પાઠક, બ્રિન્દા રાવલ, જય ઉપાધ્યાય, ઓજસ રાવલ, ચેતન ધાનાણી, સુનિલ વિસરા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશક નીરજ જોશીએ કર્યું છે જ્યારે નિર્માતા ભરત સેવક છે.