- કોરોનાકાળમાં મહેશ-નરેશ કનોડિયાનું થયું હતું નિધન
- વાર્ષિત પુણ્યતિથિ નિમિત્તે યોજાયો વિશેષ કાર્યક્રમ
- મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત
- ભુપેન્દ્ર પટેલે બંનેને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડની કરી જાહેરાત
અમદાવાદઃ ગુજરાતી ફિલ્મજગતમાં મહત્વનું યોગદાન આપનારા જાણીતા કલાકાર નરેશ કનોડિયા અને સંગીતકારભાઈ મહેન કનોડિયાની આગામી 9મી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. નરેશ-મહેશ કનોડિયાને મરણોપરંતા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાતથી તેમના પ્રશંસકોમાં ખુશી ફેલાઈ છે. તેમજ ગુજરાતી ફિલ્મ જગતને મહત્વનું સ્થાન આપનારા મહેશ-નરેશ કનોડિયાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે આનાથી મોટી કોઈ શ્રદ્ધાંજલી ના હોઈ શકે તેવુ પણ પ્રશંસકો માની રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની કોરોનાની બીજી લહેર ગુજરાતી ફિલ્મોના જાણીતા સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન થયું હતું. મહેશ કનોડિયાના નિધનના ગણતરીના દિવસોમાં ઢોલીવુડના સુપરસ્ટાર નરેશ કનોડિયાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા. મહેશ અને નરેશ કનોડિયાના નિધનથી ગુજરાતી ફિલ્મ જગતની સાથે તેમના પ્રશંસકોમાં પણ શોક ફેલાયો હતો. તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મહેશ-નરેશ સ્મૃતિના સથવારે સંગીત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગ્રે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહેશ-નરેશ કનોડિયાને લઈને મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશો આપ્યો છે કે, નરેશ-મહેશ કનોડિયાને આગામી 9 નવેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. ભારત સરકાર શ્રેષ્ટ નાગરિક સન્માન દ્વારા આ બંને ભાઈઓનું મરણોપરાંત સન્માન કરશે.