ફોર્ટમેકમરીઃ કેનેડામાં આલ્બર્ટા સ્ટેટમાં આવેલા ફોર્ટ મેકમરી સિટીમાં અનેક ગુજરાતી પરિવારોએ વસવાટ કર્યો છે. વર્ષોથી ફોર્ટમાં રહેતા ગુજરાતી પરિવારના શાળામાં અભ્યાસ કરતા બાળકો અવનવી કોમ્પિટેશનમાં ભાગ લેતા હોય છે. તાજેતરમાં અલોહા માઈન્ડ મેથ્સ ન્યુમેરિકલ કોમ્પિટેશન યોજાઈ હતી.જેમાં સેકન્ડ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતી આઠ વર્ષીય મીવા જિજ્ઞેષકુમાર રાવલે લેવલ થ્રીમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરીને ટ્રોફી મેળવી છે.
અલોહા માઈન્ડ મેથ્સ ન્યુમેરિકલ કોમ્પિટેશનમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વિના જ ન્યુમેરિકલ સ્કીલ બાળકોમાં કેટલી છે, તે નક્કી કરવામાં આવે છે. અને આ કોમ્પિટેશન બાળકોમાં એલિબિટી વધારે છે. આ કોમ્પિટેશનમાં કેલ્ક્યુલેટર, પેન, કે કાગળનો ઉપયોગ કર્યા વિના જ મેથ્સના જવાબો બાળકો કેટલી સેકન્ડમાં આપે છે તેના આધારે સ્કોર નક્કી થતો હોય છે. તાજેતરમાં જ ફોર્ટ મેકમરીમાં અલોહા માઈન્ડ મેથ્સ ન્યુમેરિકલ કોમ્પિટેશન યોજવામાં આવી હતી. જેમાં મીવા જિજ્ઞેષકુમાર રાવલે થ્રિ લેવલ કોમ્પિટેશનમાં ભાગ લઈને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. મીવા રાવલને પાંચ મિનીટમાં મેથ્સના 45 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં મીવાએ સમય મર્યાદા પહેલા જ તમામ પ્રશ્નોના સાચા જવાબો આપ્યા હતા. આ કોમ્પટેશનમાં અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતા મીવા રાવલને ટ્રોફી અને સર્ટીફિકેટ્સ એનાયત કરવામાં આવ્યા હતા.