Site icon Revoi.in

ગુજરાતી સુગમ સંગીતની જાણિતી હસ્તી કૌમુદી મુનશીએ દુનિયાને કહ્યું અલવિદા-પીએમ મોદીએ ટ્વિટ કરી શ્રધ્ધાજંલિ અર્પિત કરી

Social Share

ગુજરાતી સંગીત ક્ષેત્રની જાણીતી હસ્તી એટલે કૌમુદી મુનશી….જેઓ ક ખુબજ પ્રખ્યાત ગાયિકા તો હતા જ પરંતુ સાથે સાથે ઉપશાસ્ત્રીય સંગીતમા માહીર હતા, ત્યારે હવે તેઓ એ 91 વર્ષની વયે આ ફાનિ દુનિયાને અલવિદા કહ્યું છે, છેલ્લા કેટલાક સમયથી તેઓ મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જ્યા વિતેલી રાત્રે તેમનું નિધન થયું છે.

કૌમુગી મુનશીના નિધનને લઈને સંગીત ક્ષત્રેમાં શોક છવાયો છે ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને શ્રધ્ધાજલિ આપી હતી.

કૌમુદી મુનશીનું નામ 7 દશકથી સંગીત ક્ષેત્રમાં લેયા રહ્યું છે, તેઓ ખાસ કરીને તેમના કોકીલ કંઠથી જાણીતા બન્યા, ઉપશાસ્ત્રીય સંગીતમાં પૂરબ અંગની ઠુમરી, ચૈતી, દાદરા અને હોરી જેવી ગાયનશૈલીમાં તેમનું નામ ટોચના ગાયકોમાં લેવાતું હતું, ગુજરાતી સાહિત્યામાં જાણીતા વાર્તાકાર એવા રમણલાલ દેસાઈના તેઓ બહેન હતા, તેઓ ખુબ જ નાની વયે સંગીતમાં ઉતર્યા હતા અને આજે તેમનું નામ ઉચ્ચ ગાયિકા તરીકે પ્રસિદ્ધ થયું છે.

સાહીન-