Site icon Revoi.in

ગુજરાતીઓ ફરવાના ભારે શોખિન, દિવાળી વેકેશનની કેટલીક ટ્રેનોમાં બુકિંગ માટે ધસારો

Social Share

અમદાવાદઃ ગુજરાતીઓ ફરવાના સૌથી વધુ શોખિન હોય છે. દેશના કોઈપણ પર્યટર સ્થળોએ જાવ તો ગુજરાતી પરિવારો તો મળશે જ. દિવાળી વેકેશનને ત્રણ મહિનાથી વધુ સમય બાકી છે. ત્યારે ઘણાબધા પરિવારોએ દિવાળી વેકેશનમાં દેશના જાણીતા પર્યટક અને ધાર્મિક સ્થળોએ ફરવા જવાનો પ્લાન ઘડી કાઢ્યો છે. તેના લીધે ટ્રેનોમાં બુકિંગ શરૂ થઈ ગયું છે. કહેવાય છે કે, દિવાળી-બેસતુ વર્ષના દિવસોની દિલ્હી તરફની ટ્રેનોનું બુકિંગ ખુલતા જ 10 મિનિટમાં ફૂલ થઈ જતાં ટૂર ઓપરેટરો પણ મૂંઝવણમાં મુકાયા છે. 31 ઓક્ટોબર દિવાળી અને 2 નવેમ્બરના રોજ બેસતુ વર્ષ છે. શુક્રવારે 2 નવેમ્બરનો ટ્રેનનું બુકિંગ ખુલ્યું હતું જે ખૂલતાની સાથે જ ફૂલ થઈ ગયુ છે.

ટ્રાવેલ્સ અને ટૂર ઓપરેટરોના જણાવ્યા મુજબ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે વિવિધ ટૂરના પેકેટ બનાવવામાં આવ્યા છે. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ ખાસ કરીને દક્ષિણ ભારતમાં પ્રવાસે જવાનું વધુ પસંદ કરતા હોય છે. જ્યારે ઘણા પ્રવાસીઓ વૈશ્નોદેવી સહિત ધાર્મિક સ્થળોએ પ્રવાસે જવાનું વધુ પસંદ કરતા હોય છે. ઘણા પ્રવાસીઓ ટ્રેનોમાં ટિકિટ બુકિંગ કરાવીને પ્રવાસે જતાં હોય છે. હાલ ટ્રેનોમાં બુકિંગ ખૂલતા જ પ્રવાસીઓમાં બુકિંગ માટેનો ધસારો જાવા મળી રહ્યો છે. 28 ઓક્ટોબરથી તમામ ટ્રેન પેક હોવાનું ટ્રાવેલ એજન્ટો કહી રહ્યા છે. દિલ્હીથી આગળ વૈષ્ણવદેવી તેમજ સાઉથની ટ્રેન પણ ખાલી નથી. તેમાં થર્ડ એસી, સેકન્ડ એસીમાં પણ વેઈટિંગના આંકડા સેંકડા પાર કરી જાય છે. આગામી બે દિવસમાં લાભપાંચમ માટેનું બુકિંગ ખુલશે તે પણ 10 મિનિટમાં ફૂલ થશે તેવું બુકિંગ એજન્ટો માની રહ્યા છે. હવે 28 તારીખથી બેસતા વર્ષ સુધી તત્કાલ ટિકિટ અને રેલવે દ્વારા છેલ્લી ઘડીએ જાહેર થનારી સ્પેશિયલ ટ્રેનનો સહારો મુસાફરોને લેવો પડશે, જેમાં 10%થી વધુ ભાડું ચૂકવવું પડશે .ખાસ કરીને બેસતા વર્ષે મુહૂર્ત કર્યા બાદ ગુજરાતીઓ ફરવા જતા હોય છે, જે લાભ પાંચમે પરત આવતા હોય છે. ટૂર ઓપરેટરો આ દિવસોને પીક સિઝન ગણે છે. હરિદ્વારની ટ્રેન પણ પેક છે. ટ્રેનોની ટિકિટ બુક તથા જ પેકેજ ટૂરના પેકેજ કન્ફર્મ થઈ શકતા નથી. 10 મિનિટમાં બુકિંગ ફૂલ થઈ જાય છે.

​​​​​​​