1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના 58 જળાશયો છલકાયાં, 87 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતના 58 જળાશયો છલકાયાં, 87 ડેમ હાઈ એલર્ટ પર

ગુજરાતના 58 જળાશયો છલકાયાં, 87 ડેમ હાઈ એલર્ટ પર

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. જેના પગલે અત્યાર સુધીમાં 58 જેટલા ડેમ છલકાયાં છે. જ્યારે 87 જેટલા ડેમ ઓવરફ્લો થવાની શકયતા હોવાથી હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યાં છે. તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.

રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 65 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2.34 લાખ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 70.31 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર રાજ્યભરમાં 58 જળાશયો એવા છે કે જેમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. 61 જળાશયોમાં (સરદાર સરોવર સહિત) 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ, 30 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 38 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ, 19 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 58 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 29 જળાશયો મળી કુલ 87 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 16 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 15 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code