Site icon Revoi.in

ગુજરાતનું વર્ષ 2023-24નું બજેટ: કૃષિ વિભાગને 21,605 કરોડ ફાળવાયા

Social Share

ગાંધીનગરઃ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-14ના વર્ષનું અંદાજપત્ર રજુ કર્યું હતું. જેમાં કૃષિ વિભાગ માટે રૂપિયા 21,605 કરોડની ફા4લવણી કરવામાં આવી છે. નાણા મંત્રીએ બજેટનું કદ 3 લાખ 1 હજાર 22 કરોડનું નિયત કર્યું હતુ. જેમાં શિક્ષણ વિભાગ બાદ સૌથી વધુ કૃષિ વિભાગને નાણાની ફાળવણીની જાહેરાત કરી હતી.

નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹21,605 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે ગુજરાતે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને લાંબા ગાળાનો વિકાસ વ્યૂહ અપનાવ્યો છે. વાવણી થી વેચાણ સુધી ખેડૂતો સાથે અડીખમ ઊભી રહેલી અમારી સરકારે કૃષિ ઉત્પાદન વધારવાની દિશામાં મક્કમ પગલાં ભર્યા છે. કૃષિમાં વૈવિધ્યીકરણ લાવી બાગાયત, પશુપાલન, એગ્રોપ્રોસેસીંગ, એગ્રોમાર્કેટીંગ જેવી સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોની આવક વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે. પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતો પ્રેરિત થાય તેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્‍ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા iNDEXT-A ની સ્થાપના કરવામાં આવશે.

કૃષિ માટે ફાળવેલા નાણાની હાઈલાઈટ્સ

પાક કૃષિ વ્યવસ્થા

બાગાયત

કૃષિ-પશુપાલન શિક્ષણ અને સંશોધન

પશુપાલન

મત્સ્યોદ્યોગ

સહકાર