ઓઈલ કંપનીઓ દ્વારા કમિશનમાં વધારો ન કરાતા ગુજરાતના CNG પંપ કાલે ગુરૂવારે ત્રણ કલાક બંધ
અમદાવાદ: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવ વધારા બાદ વાહનચાલકો સીએનજી તરફ વળ્યા હતા. હાળ ઘણાબાધા વાહનો સીએનજીથી ચાલી રહ્યા છે. ત્યારે સીએનજીના પંપ સંચાલકો કમિશન વધારવાની માગણી કરી રહ્યા છે.પરંતુ ઓઈલ કંપનીઓ કોઈ દાદ આપતી ન હોવાથી ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓઇલ કંપની અને ડીલર્સ વચ્ચે માર્જિનની માથાકૂટ ચાલી રહી છે. જોકે 1 જુલાઈ 2019માં માર્જિન વધારવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 30 મહિના વીતી ગયા છે પરંતુ ઓઇલ કંપની દ્વારા માર્જિન વધારવામાં આવ્યુ નથી. અનેક વખતની રજુઆત બાદ કોઈ સમાધાન ન થતા ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા રાજ્યના તમામ 1200 સીએનજી પંપ પર આવતીકાલ તા. 17 ફેબ્રુઆરીના બપોરે 1થી 3 સીએનજી ગેસ વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર જણાવ્યુ હતું. કે, સીએનજીનું ડીલર માર્જિન 1 જુલાઈ 2091ના રોજ વધારવાનું નક્કી કર્યુ હતુ. જેને આજે 30 મહિના થઇ ગયા છતાં ડીલર માર્જિનમાં કોઈ વધારો થયો નથી. જોકે, અત્યારે 1.70 પૈસા માર્જિન મળે છે અને 2.50 પૈસા માર્જિન વધારવા માટેની માંગ કરવામાં આવી છે. પરંતુ ઓઇલ કંપનીને અનેક વખત રજુઆત કરવા છતાં માર્જિન વધારો કરવામાં આવ્યો નથી. જેના કારણે 17 ફેબ્રુઆરી 2022ના ગુજરાતના 1200 સીએનજી પંપ પર બપોરના 1થી 3 કલાક સુધી સીએનજીનું વેચાણ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને ચીમકી ઉચારી છે કે, ગ્રાહકોને તકલીફ પડશે તો તેની તમામ જવાબદારી ઓઈલ કંપનીની રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના સીએનજી પંપ ડીલર્સની માંગણી છે. કે, માર્જિનમાં વધારો થાય કે નહીં પરંતુ 17 ફેબ્રુઆરીના સીએનજીનું વેચાણ 1 થી 3 કલાક બંધ રહેવાના કારણે સીએનજી વાહન ચાલકો મુશ્કેલી મુકાશે. ઇમરજન્સી કામ માટે બહાર નીકળી રહ્યા હશે અને ગાડીમાં ગેસ નહિ હોય તો મુશ્કેલી સર્જાશે. જોકે, ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના ચીમકી બાદ ઓઇલ કંપની દ્વારા હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. (file photo)