1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશમાં ગુજરાતનું GDPમાં યોગદાન 8.1 ટકા
દેશમાં ગુજરાતનું GDPમાં યોગદાન 8.1 ટકા

દેશમાં ગુજરાતનું GDPમાં યોગદાન 8.1 ટકા

0
Social Share
  • PM ઈકોનોમિક કાઉન્સિલનો રિપોર્ટ,
  • ગુજરાત કરતા કર્ણાટક આગળ,
  • દેશમાં GDPના ફાળામાં મહારાષ્ટ્ર પ્રથમ નંબરે

અમદાવાદઃ દેશના કોઈપણ રાજ્યની આર્થિક હાલત જોવા માટે ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો સૂચિકાંસ માપવો જરૂરી છે. દેશના જીડીપીમાં રાજ્યોનો ફો મહત્વનો હોય છે.  જીડીપીનું સંપૂર્ણ સ્વરૂપ એ કુલ ઘરેલું ઉત્પાદન છે, જે એક ઉપયોગી આર્થિક સૂચક છે. આર્થિક સૂચકો એ આંકડાકીય પગલાં છે જે નાણાંકીય કામગીરી અને વલણોની જાણકારી પ્રદાન કરે છે. આ સૂચકોમાં રોજગાર, ફુગાવા, ઉત્પાદન, વપરાશ, વેપાર અને રોકાણનો ડેટા સામેલ કરાતો હોય છે.  પ્રધાનમંત્રીની ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ દ્વારા પ્રકાશિત પેપર- રિલેટીવ ઇકોનોમિક પર્ફોરમન્સ ઑફ ઇન્ડિયન સ્ટેટ 1960-61 ટુ 2023-24માં જણાવાયું છે કે, 1960-61માં ગુજરાતનું દેશના જીડીપીમાં યોગદાન 5.8% હતું, જે 2022-23માં 2.3% વધીને 8.1% થયું છે. જ્યારે કર્ણાટકનું યોગદાન 5.4%થી વધીને 8.2%એ પહોંચ્યું છે.

ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં ઓદ્યોગિક વિકાસએ હરણફાળ ભરી છે, સાથે કૃષિ ઉત્પાદનમાં પણ ગુજરાત મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. 1960માં ગુજરાત જીડીપી યોગદાનમાં આઠમું હતું, હવે ટોપ-5માં છે. અહીં દેશના 20 મોટા રાજ્યો અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન દક્ષિણના રાજ્યોનું જીડીપીમાં યોગદાન વધ્યું છે. ઉત્તરના રાજ્યોમાં દિલ્હી-હરિયાણાનું પ્રદર્શન નોંધપાત્ર છે. પરંતુ પંજાબનું યોગદાન ઘટ્યું છે. દેશના જીડીપીમાં સૌથી વધુ 13.3% યોગદાન સાથે મહારાષ્ટ્ર મોખરે છે. 1960માં સૌથી વધુ 14.4% ફાળો ઉત્તર પ્રદેશનો હતો. હાલમાં જીડીપી યોગદાનમાં તમિલનાડુ(8.9%), ઉત્તર પ્રદેશ(8.4%) અને કર્ણાટક (8.2%) ટોપ-5માં સામેલ છે.

ગુજરાતમાં વર્ષોથી જીડીપીમાં યોગદાન એકસરખું રહેતું હતું. પરંતુ 2001 બાદ એમાં વધારો થયો છે.1960થી ગુજરાતની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે. પહેલા રાજ્યની માથાદીઠ આવક મહારાષ્ટ્ર કરતાં ઓછી હતી. હાલમાં માથાદીઠ આવક(161%-રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં) મહારાષ્ટ્ર(151%) કરતાં વધુ છે.1960 સુધી મહારાષ્ટ્ર-ગુજરાત બોમ્બે સ્ટેટનો ભાગ હતા. ત્યારબાદ મહારાષ્ટ્રે દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન એકસરખું જાળવી રાખ્યું છે. જ્યારે 2001 સુધી ગુજરાતનું યોગદાન સ્થિર હતું. પરંતુ છેલ્લાં બે દાયકામાં ગુજરાતનું જીડીપીમાં યોગદાન નોંધપાત્ર વધ્યું છે. વર્ષ 1991ના ઉદારીકરણ પહેલા દક્ષિણના રાજ્યોનું પ્રદર્શન વિશેષ નહોતું. બાદમાં દક્ષિણના રાજ્યોનું યોગદાન સૌથી વધુ વધ્યું છે. 2023-24માં કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કેરળ અને તમિલનાડુ મળીને દેશના જીડીપીમાં 30% યોગદાન આપે છે. તમામ દક્ષિણના રાજ્યોની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code