અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. આ દરમિયાન તેમણે સાબરકાંઠામાં સાબર ડેરીના વિવિધ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું ડેરી માર્કેટ એક લાખ કરોડ સુધી પહોંચ્યુ છે. ગામડામાં મિલ્ક ચીલિંગ પ્લાન્ટ ઉભા થયા છે. તે જ્યોતિગ્રામ યોજનાથી આ શક્ય બન્યુ છે.
સાબરડેરીના ચીઝ પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સાબરડેરીનો વિકાસ થયો છે અને ડેરી ઉદ્યોગે અર્થવ્યવસ્થાને સ્થિરતા આપી છે. નવા પ્લાન્ટનું ભૂમિપૂજન થયુ તે ડેરી અને પશુપાલકોનું સામર્થ્યને વધારશે. પશુપાલકોની આવકમાં પણ વધારો થશે.
આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુરાભાઈ પટેલ તથા પોતાના સાથીઓને યાદ કરતા કહ્યું હતું કે, ભૂરાભાઈના પ્રયાસથી લોકોનું જીવન બદલાયુ છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિવૃષ્ટિ છે. તેમાં દાયકાઓ પહેલાની સ્થિતિ બદલવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં વિકાસ થયો છે. જેથી ડેરી ઉદ્યોગે અર્થવ્યવસ્થાને સ્થિરતા આપી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત દેશનું એ રાજ્ય છે જ્યાં પશુઓ માટે હેલ્થકાર્ડ છે. પશુ આરોગ્યમેળાઓની પણ ગુજરાતથી શરૂઆત થઇ છે. ગામડામાં મિલ્ક ચીલિંગ પ્લાન્ટ ઉભા થયા છે. તે જ્યોતિગ્રામ યોજનાથી આ શક્ય બન્યુ છે. ગુજરાતનું ડેરી માર્કેટ એક લાખ કરોડ સુધી પહોંચ્યુ છે. જેમાં દૂધ સમિતિમાં મહિલાઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ ચેન્નાઈ જવા રવાના થયાં હતા.