ગુજરાતની દીકરી આંતરરાષ્ટ્રીય લેવલે સાફ ફૂટબોલ વર્લ્ડ કપની વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત
અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લા સમાહર્તા હિતેષ કોયાની અધ્યક્ષતામાં ફેઇથ સ્કુલ ખાતે સ્પોર્ટ્સ ડે ઉજવાયો. આ કાર્યક્ર્મમાં સાબર સપોર્ટસ સ્ટેડિયમની દીકરી અને સ્કૂલની વિદ્યાર્થીની શુભાંગી સિંગનું કલેક્ટર, વિવિધ સંસ્થાઓ અને નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદી દ્રારા બહુમાન કરવામાં આવ્યું હતું. અગાઉ યુવા ખેલ સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી દ્રારા શુભાંગી સિંગનું સન્માન કર્યું છે. આ ગુજરાતની પ્રથમ દિકરી છે જે ઇન્ટરનેશલમાં પસંદગી પામી છે. શુભાંગી સિંગના પિતા સતીશસિંગ મૂળ યુપીના છે વર્ષોથી તાપી જિલ્લામાં સ્થાયી થયા છે અને પેપર મિલમાં કામ કરે છે. સામાન્ય વર્કરની દીકરી આજે આંતરરાષ્ટ્રીય લેવલે સાફ ફૂટબોલ વર્લ્ડ કપની વાઈસ કેપ્ટન નિયુક્ત થઈ છે.
17 વર્ષીય શુભાંગી સિંગ જણાવ્યું હતું કે, તેઓ 12 વર્ષની ઉંમરથી ફૂટબોલ રમવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમનું સિલેક્શન થઈ સાબર સપોર્ટ સ્ટેડિયમ હિંમતનગર ખાતે તાલીમ અર્થે આવ્યા. હાલમાં તેઓ 12 કોમર્સ ઇંગ્લીશ મીડીયમમાં ફેઇથ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે સાથે ફૂટબોલની તૈયારીઓ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અંડર 17માં ખેલ મહાકુંભ, રિલાયન્સ નેશનલ, સુબ્રતો નેશનલ, હેરિટેજ નેશનલ કપ ખેલો ઇન્ડિયા, એસ. જી. એફ. આઈ. જેવી નેશનલ ગેમ્સમાં ફૂટબોલ રમતમાં સારું પ્રદર્શન કરી આગળ ઇન્ટરનેશનલ લેવલે રમતની શરૂઆત કરી હતી. રિલાયન્સ નેશનલમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. ઇન્ટરનેશનલ ફૂટબોલ ટીમમાં તેમણે સાફ ફીફા વર્લ્ડ કપ 2020માં તેમનું સિલેક્શન થયું અને તેમણે અંડર 18 અને અંડર 20 સારું પ્રદર્શન કર્યું છે ઇન્ટરનેશનલ હેરિટેજ ગેમ્સમાં શુભાંગીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
શુભાંગી વિશે સાબર સપોર્ટ સ્ટેડિયમના પ્રોજેક્ટ એક્સિક્યુટીવ ક્રિષ્ના બટ્ટ જણાવ્યું હતું કે, શુભાંગી સ્પોર્ટ્સની સાથે ભણવામાં પણ સારી છે ઇંગ્લીશ મીડીયમમાં અત્યાર સુધી તેમણે ફર્સ્ટ ક્લાસની એવરેજ જાળવી રાખી છે અને રમત પણ તેમની તેટલી જ શ્રેષ્ઠ છે. શુભાંગીનું ફ્યુચર બ્રાઇટ છે. સ્પોર્ટ્સની સાથે અભ્યાસમાં સારી છે. પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખી તે હંમેશા તૈયારીમાં જ રહે છે. હાલમાં 12 કોમર્સની તેણે એક્ઝામ આપી છે અને 30 તારીખથી તે પોતાના ફૂટબોલની તૈયારી કેમ્પમાં જોડાઇ જશે. શુભાંગીએ પોતાની તૈયારીઓ વિશે જણાવ્યું હતું કે, અહીં હિંમતનગર સ્પોર્ટ્સ સ્ટેડીયમ ખાતે તેમના કોચ મોસીન મલિક અને તરુણ રોય દ્વારા ખૂબ જ સારી તાલીમ આપવામાં આવી છે દરરોજ ચાર કલાક સતત તાલીમ, ફિઝિયો એક્સરસાઇઝ, ખોરાક, આરોગ્ય દરેક બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ તમામ સગવડો નિશુલ્કમાં મળી રહી છે તેથી ખેલાડી તરીકે મારી પણ પોતાની જવાબદારી છે કે હું દેશ માટે અહીં ઇન્સ્ટિટયૂટ માટે સારું પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવી સૌને ગૌરવાંવીત કરી શકું.