Site icon Revoi.in

કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતનો દબદબોઃ રૂપાલા, માંડવિયાને પ્રમોશન, દર્શનાબેન, દેવુંસિંહ અને મહેન્દ્ર મંજપરાને મળ્યુ સ્થાન

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેબિનેટનું વિસ્તરણ કર્યુ છે. જેમાં કુલ 43 મંત્રીનો સામવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને રાજ્યકક્ષામાંથી કેબીનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બીજા બીજા ત્રણ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સુરતના સાંસદ દર્શના જરદોશ. ખેડાના સાંસદ દેવુંસિહ ચૌહાણ અને સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ થાય છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાન મંડળમાં આ વખતે ગુજરાતને સૌથી વધુ પ્રતિનિત્વ મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે કે ટલાક સમાજોમાંથી અન્યાય થઈ રહ્યાની ફરિયાદો ઊઠી હતી. પાટીદાર બાદ કોળી સમાજમાંથી પણ પુરતું પ્રતિનિત્વ આપવાની માગ ઊઠી હતી. એટલે સુરેન્દ્રનગરના સાંસદને મંત્રી મંડળમાં લેવામાં આવ્યા છે. ડો. મહેન્દ્ર મુંજપરા શિક્ષિત છે, અને કોળી સમાજના છે. તેમનો મંત્રી મંડળમાં સમાવેશ કરાતા કોળી સમાજને અન્યાય થતો હોવાની ફરિયાદ દુર થશે. આ ઉપરાંત માતરના વતની અને ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણનો મંત્રી મંડળમાં સમાવેશ કરાતા મધ્ય ગુજરાતમાં ભાજપને લાભ થશે. અને ઓબીસી સમાજના મતો મેળવવામાં સરળતા રહેશે. બીજુ એ છે કે, મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ પાસે ભરતસિંહ સોલંકી સિવાય કોઈ સબળ નેતા નથી. એટલે દેવુંસિંહ ચૌહાણ ઓબીસી મતો પર પ્રભુત્વ મંળવી શકે તેમ છે. તેમજ સુરતના સાંસદ દર્શના જરદોશનો મંત્રી મંડળમાં સમાવેશ કરાયો છે. દર્શનાબેન ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવીને વિજેતા બન્યા હતા, દર્શના જરદોશની પણ ઓબીસી સમાજ પર સારી એવી પક્કડ છે. અને જમીન સાથે જોડાયેલા સાંસદ હોવાથી ભાજપને મોટો લાભ થવાની શક્યતા છે.

ગુજરાતમાંથી પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા કેન્દ્રમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાર્યરત હતા. આ બન્ને મંત્રીઓને પ્રમોશન આપીને કેબીનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે. બન્ને મંત્રીઓ પાટીદાર સમાજના છે, જેમાં મનસુખ માંડવિયા લેઉવા પટેલ સમાજના અને પરસોત્તમ રૂપાલા કડવા પટેલ સમાજના છે એટલે પાટીદાર સમાજને પણ પુરતું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતની આગામી વિધાનનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને પ્રમોશન આપવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.